HomeGujaratજામનગરમાં કોરોનાથી એક બાળકીનું મૃત્યું,પિતા પણ કોવિડ પોઝિટિવ

જામનગરમાં કોરોનાથી એક બાળકીનું મૃત્યું,પિતા પણ કોવિડ પોઝિટિવ

દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, કોરાના ફરીવાર ઉછલો મારે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં પાંચ વર્ષીય બાળકીનું કોરોનાના લીધે મોત નિપજ્યું છે. આ બાળકી ગુલાબનગર વિસ્તારમાં રહેતી હતી. બાળકીના પિતા પણ કોરોનાગ્રસ્ત જાહેર થયા છે. આ બાળકીના પિતાને હાલ હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,13,173 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં કુલ 82,661 રસીના ડોઝ આજના દિવસમાં આપવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 91213173 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું છે. નવા કુલ 19 કેસ નોંધાયા છે જે પૈકી 10 અમદાવાદ કોર્પોરેશનમાં, વડોદરા કોર્પોરેશનમાં 4, જામનગર કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 કેસ મળીને કુલ 19 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW