જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ પણ ખાસ જોડાયા હતા. વડાપ્રધાન મોદીના આગમન બાદ મોરિશયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ પણ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે સાંસ્કૃતિ કાર્યક્રમોની એક ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી.

તેઓ એરપોર્ટથી બહાર નીકળતા અભિવાદન માટે રોડ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાનો તરફથી રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ સાથે ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવવામાં આવ્યા હતા. વડાપ્રધાનનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દુહા છંદની સાથે દેશભક્તિના ગીત વગાડવામાં આવ્યા હતા. ખાસ ડેલિગેશન પણ આવા ભવ્ય સ્વાગતથી પ્રભાવિત થયું હતું.



