HomeGujaratમોરબી જિલ્લામાં 18મી થી પાંચ દિવસીય બ્લોક હેલ્થ મેળો યોજાશે.

મોરબી જિલ્લામાં 18મી થી પાંચ દિવસીય બ્લોક હેલ્થ મેળો યોજાશે.

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા તા. 18 થી તા.22 વચ્ચે દરેક તાલુકાઓમાં “બ્લોક હૅલ્થ મેળા” નો આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના આપવામાં આવી છે આ સુચનાને પગલે મોરબી જિલ્લામાં કલેક્ટરની દેખરેખ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન થકી જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં જુદા-જુદા તાલુકાઓમાં તાલુકા કક્ષાએ આરોગ્ય મેળા યોજવા માટેનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ના.21 ના રોજ મોરબી તાલુકામાં સરકારી હોસ્પિટલ મોરબી ખાતે તથા માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે તેમજ વાકાનેર તાલુકામાં સંબડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર ખાતે અને તારીખ 22 ના રોજ ટકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે અને હળવદ તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ ખાતે આરોગ્ય મેળા યોજાશે. જેથી આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર જે બી પટેલના જિલ્લા વિકાસ અધિકારી પી જે ભગદેવ તેમજ આરોગ્ય સમિતિ, જિલ્લા પંચાયત મોરબીનાં માન ચેરમેન, હિરાભાઈ ટારિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબા દ્વારા મોરબી જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે.
આ મેળામાં લાભાર્થીઓને યુનિક ફેલા આઈડી કાર્ડ.PMuAY કાર્ડ કાઢી આપવામાં આવશે જેના માટે લાભાર્થીનું આધાર કાર્ડ,રેશન કાર્ડ,આવકનો દાખલો (ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી.જેવા ડોક્યુમેન્ટ સાથે જે વ્યકિત નું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે.) જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન,લેબોરેટરી સેવાઓ,મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાય રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે,નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ.બી પી, કેન્સર,માનસિક રોગોનું નિદાન ચેપી રોગો અને બિનચેપી રોગીનો અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહીતી પુરી પાડવામાં આવશે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા આરોગ્ય,વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ,ટી.બી મુક્ત ભારત વિગેર વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે તમાકુ,આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મૌતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW