HomeGujaratCentral Gujaratઅમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકોની હડતાળ,AAPએ જાહેર કર્યો ટેકો

અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકોની હડતાળ,AAPએ જાહેર કર્યો ટેકો

સતત વધી રહેલા CNG ગેસના ભાવ અને પોતાની માંગણી સરકાર સામે મુકવા છતાં ન સ્વીકારાતા શુક્રવાર એક દિવસ માટે રીક્ષા ચાલક એસોશિયને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટી પણ રીક્ષાચાલકોના સમર્થનમાં આવી છે. સરકાર પર આક્ષેપ મુકતા આમ આદમી પાર્ટીના પ્રદેશમંત્રી હરેશ કોઠારીએ જણાવ્યું હતું કે, રીક્ષાચાલકોએ સરકારને અનેકવાર પોતાની માંગને લઈને આવેદન આપ્યું છે. તેમ છતાં આ સરકાર આંખ અને કાન બંધ કરીને કામ કરી રહી છે. જ્યાં સુધી આંદોલન કરવામાં ન આવે ત્યાં સુધી સરકાર પોતાના આંખ અને કાન ખોલતી નથી. ઉપપ્રમુખ કિશનભાઈ કોરીએ જણાવ્યું હતું કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમારે અમારા હક માટે આંદોલન કરવું પડે છે. આજ દુઃખ થાય છે. દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.

પહેલા અમારે 150માં રીક્ષામાં ગેસ ફુલ થતો હતો, તે હવે 350માં ફૂલ થાય છે. આ ભાવ વધારાના કારણે અમદાવાદ શહેરમાં 2 લાખ 18 હજાર જેટલા રીક્ષાચાલકો હડતાળ પર ઉતરશે, જેમાં 11 યુનિયનનું પણ સમર્થન મળ્યું છે. જો અમારી માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને રોડ-રસ્તા ચક્કાજામ કરવામાં આવશે. રીક્ષાચાલકોએ પોતાની વિવિધ માંગો સરકાર સામે મુકી હતી, પણ અત્યાર સુધી સરકાર તરફથી જવાબ ન મળતા શુક્રવારે એક દિવસ માટે હડતાળ કરવામાં આવી છે. સતત વધી રહેલા ગેસના ભાવને લઈને રિક્ષાચાલકોનું ગણિત પણ ખોરવાયું છે.

પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ વધારાને કારણે સ્થાનિક સ્તરે પણ પરિવહન મોંઘુ બની રહ્યું છે. એવામાં ગેસનો આ ભાવ વધારો પાછો ખેચવામાં આવે એવી આ રિક્ષાચાલકોની માંગ છે. જોકે, અમદાવાદ બાદ અન્ય જિલ્લાઓમાં પણ રિક્ષા ચાલકો હડતાળના માર્ગે ઊતરે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સતત અને સખત વધી રહેલી મોંઘવારી વચ્ચે પીસાતી પ્રજાને હવે જ્યાં પોતાના શહેરમાં પણ ફરવું પોસાય એવું રહ્યું નથી.

સીએનજીમાં તોતિંગ વધારો જે કરવામાં આવેલો છે તે પાછો ખેંચવામાં આવે ,સીએનજીના જીએસટીમાં લાવવા, સીએનજી ચાલકોને સરકારમાં સબસિડી આપવા, રિક્ષા ભાડામાં વધારો કરવાની, રિક્ષાચાલકો ઉપર જે પોલીસ દમન થઈ રહ્યું છે એ બંધ કરવાની રજૂઆત છે. આમ આદમી પાર્ટીના રિક્ષા સેલના પ્રમુખ ઉપપ્રમુખ કિશન કોરીએ જણાવ્યું હતું કે 11 રિક્ષા એસો. આમ આદમી પાર્ટી સાથે જોડાઈને કાલે હડતાલ પર ઉતરવાના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW