અદાણી ટોટલ ગેસ લીમીટેડ દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર 2021માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જાઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે મિયાવાકી તકનીકનો ઉપયોગ કરાશે. શહેરી વિસ્તારમાં વનીકરણ એ ગ્રીનમોસ્ફિયરના ઉદ્દેશ્યોનો એક ભાગ છે જેમાંતેની નજીકના વસતા લોકોની સક્રિયભાગીદારી લેવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિ હેઠળઆત્મનિર્ભર ગાઢ જંગલો ઉગાડવામાં આવે છે, જેમાં પ્રત્યેક ચોરસ મીટરમાં બે થી ચાર વૃક્ષો રોપવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલ જંગલ તાપમાન, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે તેમજ પક્ષીઓ અને જંતુઓનું રહેઠાણ બની જાય છે. તે કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે. અને આ બધું જ રેકોર્ડ સમયમાં થાય છે.
વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ ઉપરાંતઆ પાર્ક જળચર પ્રાણીઓ માટે પણ એક આદર્શ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. આખા ઉદ્યાનમાં 36,200 m2 વિસ્તારમાં 2.5 લાખથી વધુ વૃક્ષો હશે. જે વાર્ષિક 1,536 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે.
જૈવવિવિધતા ઉદ્યાન(Biodiversity Park)કેટલાય ટકાઉ વિકાસના લક્ષ્યોસાથે જોડાયેલો છે. સમગ્ર પ્રોજેક્ટમાં મહિલાઓની તંદુરસ્ત ભાગીદારી પણ જોવા મળશે. તેSDG 5 સાથે જોડાયેલા છે જેમાં લૈંગિક સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છે.
ATGL વ્યવસાયિક રીતે બધા માટે સસ્તી, ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઊર્જાની ખાતરી આપે છે, જે SDG 7ને સુસંગત છે.
સમગ્ર ઉદ્યાનની રચના માટે UID (કર્ણાવતી યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓ સાથે મળીને વેસ્ટ મટિરિયલનોપુનઃઉપયોગ કરી નવીન ઉકેલો મેળવવામાં આવશે. બેન્ચ, પાથવે અને અન્ય ઇન્સ્ટોલેશન કચરો અથવા રિસાયકલ સામગ્રીમાંથી આઇકોનિક ડિઝાઇન તૈયારથશે, જે પ્રોજેક્ટને SDG 12 સાથે સંકળાયેલું છે.
તદુપરાંત, આ ગાઢ શહેરી જંગલ દ્વારા 1,536 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન થશે. જે SDG 13 સાથે જોડાયેલ છે.તેનાથીજળવાયુ પરિવર્તન અને તેની અસરો સામેલડવાનુ શસ્ત્ર છે. ગોતામાં આકાર પામનાર આ જૈવ વિવિધતા ઉદ્યાન સ્થાનિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણવાદીઓ, વિચારકો સહિત તમામ ક્ષેત્રોના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે,તેમજ તે SDG 15ની પરિપૂર્તિ કરવામાં મહત્વનો ફાળો આપશે.
અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક ધરાવતી ભારતની ખાનગી કંપની છે જે ગ્રાહકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)થી લઈનેઔદ્યોગિક,વાણિજ્યિક,રહેણાંકઅને પરિવહન ક્ષેત્રને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) સપ્લાય કરે છે.14 નવા ભૌગોલિક વિસ્તારોમાંડિસ્ટ્રીબ્યુશન (GAs) ની સાથે ATGL 38 ભૌગોલિક વિસ્તારોમાંગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે, જે ભારતની કુલ વસ્તીના 8% જેટલુંછે. ATGL દેશમાં કુદરતી ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.

