HomeGujaratટંકારામાં ખંડણી પ્રકરણમાં બીજી ફરિયાદ નોધાઇ, આરોપીઓએ વધુ એક વેપારી પાસે રૂ.5...

ટંકારામાં ખંડણી પ્રકરણમાં બીજી ફરિયાદ નોધાઇ, આરોપીઓએ વધુ એક વેપારી પાસે રૂ.5 લાખની માંગણી

ટંકારામાં રહેતા અને સરિતા સેલ્સ એજન્સી ચલાવતા વૃદ્ધનું માથાના ભાગે ગંભીર હાલતમાં ઈજા થવાથી શંકાસ્પદ મોત થયું હતું. જે તે વખતે તેમનુ પીએમ ન થવાથી ઘટના અંગે કોઈ ખુલાસો થયો ન હતો આ ઘટનામાં જયારે મૃતકના પુત્રને ફોન પર અજાણ્યા શખ્સ દ્વારા અલગ અલગ નંબર પર રૂ 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ટંકારા સર્કીટ હાઉસ ખાતે રૂપિયા ભરેલા મુકવાનું કીધું હતું જે અંગે મૃતકના પુત્ર દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ દ્વારા છટકું ગોઠવ્યું હતું જોકે જે તે સમયે આરોપીઓને ગંધ આવી જતા ફરાર થઇ ગયા હતા આ બનાવમાં મોડી રાત્રે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ રૂ 10 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ નોધાઇ હતી. પોલીસે આ ખંડણીની ઘટના સાથે વધુ બીજી પણ ખંડણી માગવાની ફરિયાદ નોધાઇ છે જેમાં લક્ષ્મી નારાયણ સોસાયટીમાં રહેતા ભારત રેફ્રીજરેશન નામની દુકાન ચલાવતા અશોકભાઈ મોહનભાઈ મુછાળ પર ગત 11 ના રોજ અલગ અલગ સમયે ફોન આવ્યો હતો જોકે તેઓ ફોન ઉપાડી શક્યા હતા. જોકે એકવાર જ્યારે ફોન રીસીવ થયો હતો જેમાં આજાણ્યા શખ્સે ફોન કરી તેનો પુત્ર ખાનગી વિધાલયમાં ભણતો હોવાનું જણાવી તેને મારી નાખવાની ધમકી આપી હતી અને જો બાળકનો જીવ વ્કોહાલો હોય તો મારવાડી કોલેજ નજીક ભૂંગળામાં રૂ 5 લાખ મૂકી જવાની ધમકી આપી હતી હજુ આ અંગે તેઓ કઈ વિચારે તે પહેલા ફરી એકવાર આરોપીએ ફોન કરી ધમ્કાવ્યા હતા આં અંગે અશોકભાઈએ તપાસ કરતા આરોપીઓએ અરવિંદભાઈ પાસે પણ રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું

આ અંગે ટંકારા પોલીસ બન્ને ફરિયાદ આધારે તપાસ કરી રહી છે અને શંકાસ્પદ શખ્સ પોલીસના હાથવેતમાં હોવાનું સામે આવ્યું છે જોકે આ ઘટનામાં કેટલા આરોપીઓ સંડોવાયેલા છે અને જેઓએ ખંડણી માગી છે તેઓ એક જ છે કે અલગ અલગ તે અંગે કોઈ વાત સામે આવી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW