HomeGujaratહળવદ:નવા દેવળિયા ગામની વાડીના ટાંકામાં 2 બાળકો ડૂબી જતા મોત

હળવદ:નવા દેવળિયા ગામની વાડીના ટાંકામાં 2 બાળકો ડૂબી જતા મોત

હળવદ તાલુકાના નવા દેવળિયા ગામની વાડી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમાર નામની વાડીમાં કામ કરતા સરદારભાઈ મવાળા નામના ખેત મજુરનો ૩ વર્ષનો દીકરો અશોક અને 5 વર્ષનો દીકરો ઋષિ રમતા હતા અને રમતા રમતા પાણીના ટાંકા પાસે પહોચી ગયા હતા અને પાણીના ટાંકામાં પડી ગયા હતા.લાંબા સમય સુધી બન્ને બાળકોની ભાડ ન મળતા પરિવાર જનો તેને શોધવા નીકળ્યા હતા અંતે બન્નેના મૃતદેહ ટાંકામાંથી મળી આવતા હળવદ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને મૃત જાહેર કર્યા હતા.બનાવને પગલે મંજુર પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી માતા પિતાના રુદનથી વાતાવરણ પણ ગંભીર બની ગયું હતું બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે એડી નોધ દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW