Thursday, July 4, 2024
HomeGujaratCentral Gujaratસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરના સાગરિતોએ હુમલો કર્યો,દારૂનો સ્ટોક લઈ ફરાર

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરના સાગરિતોએ હુમલો કર્યો,દારૂનો સ્ટોક લઈ ફરાર

મહાનગર વડોદરાના સમા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દીલિપ ઉર્ફે લાલા ડામોરના દારૂના અડ્ડા પર દરોડા પડાવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો થયો છે. પોલીસે બુટલેગરની અટકાયત કરીને દારૂનો સ્ટોક જપ્ત કરવા માટે પૂછપરછ કરરી હતી. આ દરમિયાન બુટલેગરના સાગરિતો તથા સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જેમાં પોલીસ જવાન પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. વાહનોમાં તોડફોડ થઈ હતી. થોડા સમય માટે વાતાવરણ સંવેદનશીલ બની ગયું હતુ.

પોલીસે પકડેલા બુટલેગર અને દારૂનો સ્ટોક લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસતંત્રના ધજાગરા ઉડાવતી આ ઘટનાની ચર્ચા સમગ્ર વડોદરામાં થઈ રહી છે. અમરેલી જિલ્લાના પોલીસવડા નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ના સુપ્રિટેન્ડન્ટ તરીકે હવાલો સોંપાયો છે. જેના કારણે દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. વડોદરાના સમા વિસ્તારમાં બેફામ દારૂનો ધંધો કરતા અને અડ્ડો ચલાવતા બુટલેગર દીલિપ ડામોર સ્થાનિક પોલીસનું જે રીતે ગણકારતો ન હતો. એ જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના સ્ટાફને તાબે થવા માટે પ્રયાસ કર્યા હતા. જોકે, ટીમ તાબે ન થતા આખરે આ માથાભારે બુટલગરે ટીમ પર હુમલો કર્યો હતો. ઉર્મી સ્કૂલ પાસેની નવી નગરીમાં દિલીપ ઉર્ફ લાલો ડામોર નામનો બુટલેગર કોઈ પ્રકારના પોલીસના ડર વગર ધંધો કરતો હતો. જેની એક ચોક્કસ બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફને મળી હતી. ટીમ ખાનગી કાર લઈને દરોડા પાડવા માટે પહોંચી હતી. નવીનગરી વિસ્તારમાં PSI રાઠવા તથા ટીમે દરોડા પાડી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. જ્યારે ટીમ મુદ્દામાલની ગણતરી કરી રહી હતી ત્યારે બુટલેગર દીલિપના સાગરિતો ત્યાં આવી પહોંચ્યા હતા. પછી પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. થોડીવારમાં જ વાતાવરણ તંગ બની ગયુ હતું.

ટોળું એકઠું કરવામાં આવ્યું હતું. ભેગા થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં PSIને ઈજા પહોંચી હતી. તેમ છતા ટોળાએ પથ્થર મારવાના ચાલું રાખ્યા હતા. ગાડીનાં કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં આ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરના પગલાં લેવા માટે ફરિયાદ નોંધાઈ છે. સેલના અધિકારીઓએ કોઈ પણ જાતની અગમચેતી કે પૂરતી સુરક્ષા વિના કરેલા દરોડા વેળા હુમલો થતાં ટીમને ભાગવાનો વારો આવ્યો છે. એક વર્ષ પહેલા આ જ રીતે એક બુટલેગરે મોરચો માંડ્યો હતો. જેમાં રમેશ નામના બુટલેગરે રેલી કાઢીને પોલીસનો વિરોધ કરેલો હતો.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,333FollowersFollow
1,990SubscribersSubscribe

TRENDING NOW