ગુજરાત રાજ્યમાં દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ખાસ કરીને મહાનગરમાં વ્યાજના મામલે હુમલો થયાની ઘટનાઓ અનેક બની છે. એવામાં શનિવારે આવી ઘટનામાં વધારો થયો હતો. વ્યાજે આપેલા નાણાની ઉઘરાણી તથા બેવડી રકમ વ્યાજ પેટે માગીને દેવાદારે ધાકધમકી આપીને ત્રાસ વર્તાવ્યો હતો. પછી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના શિલજ વિસ્તારમાં આવી જ એક ઘટના CCTVમાં કેદમાં કેદ થઈ ગઈ હતી.

જેમાં એક લેણદારે પોતાના મિત્રો સાથે મળી વેપારીને લાકડીઓ વડે ઢોરમાર માર્યો હતો. બેઝબોલના ધોકાથી વેપારીને ધોઈ નાંખ્યો. વેપારીના હાથ પગ તોડી નાંખ્યા હતા. આ મામલે વેપારીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું કે, શિલજ સર્કલ પાસે આવેલી અવનીશ હાઈટમાં હિતેશ ઠાકોર મોબાઈલની દુકાન ધરાવે છે અને સાથે ખેતિકામ કરે છે. તા.7ના રોજ જ્યારે તે ઘરે જતો હતો ત્યારે વિરાજ દેસાઈ, શેલુ અને લાલો ઉર્ફે કિરણ એની પાસે આવી પહોંચ્યા હતા. હિતેશે આ પહેલા રૂ.5 લાખ ઉછીના લીધા હતા. એ પછઈ વિરાજ દેસાઈએ એની પાસેથી રૂ.25 લાખ માંગવા લાગ્યો હતો. ઉછીના રૂ.5 લાખની સામે રૂ.25 લાખની માંગણી થતા હિતેશ મુંઝાઈ ગયો હતો. વિરાજ અને તેના મિત્રો એની પાસે આવ્યા તથા રૂપિયાની માંગ શરૂ કરી દીધી હતી. પછી હિતેશ પર લાકડી, ધોકા અને પાઈપ સાથે તૂટી પડ્યા હતા. પગમાં લાકડી અને બેઝબોલનો ધોકો મારતા તેઓ પડી ગયા. પછી તેમણે બૂમ પાડતા બીજા મિત્રો એમને બચાવવા માટે દોડ્યા હતા. તેમ છતાં આ લોકો એમને ફટકારતા રહ્યા. પછી પૈસા આપી દેવાની ધમકી ઉચ્ચારીને જતા રહ્યા હતા. આ મારને કારણે હિતેશભાઈને ગંભીર ઈજા થઈ હતી.

તેથી સારવાર હેતું એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં બોપલ પોલીસે ગુનો નોંધી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે. બંને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી. વ્યાજખોરોના ત્રાસને કારણે અમદાવાદમાં હિંસાની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને પૈસાની લેતીદેતી મામલે કેટલાક કિસ્સાઓ તો પોલીસ ચોપડા સુધી પહોંચતા જ નથી. જેના કારણે વ્યાજવટાવનો ખોટો ધંધો કરનારા ફાવી જાય છે.

