HomeGujaratમોરબીમાં એક સપ્તાહ પહેલા ધોળા દિવસે બાઈક ચોરાયું છતાં ફરિયાદ લેવામાં પોલીસની...

મોરબીમાં એક સપ્તાહ પહેલા ધોળા દિવસે બાઈક ચોરાયું છતાં ફરિયાદ લેવામાં પોલીસની આનાકાની

ટંકારા તાલુકના નેસડા ગામમાં રહેતા નંદલાલભાઈ ખીમજીભાઈ ગોપાની નામની વ્યક્તિએ મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર અને માધવ માર્કેટ નજીકના પાર્કિગમાં તા 31મી માર્ચના રોજ તેમનું જીજે36 એબી 3335 નંબરનું બાઈક પાર્ક કર્યું હતું અને પોતાની કામગીરી પૂર્ણ કરી બાઈક લેવા પાછા આવ્યા તો બાઈક ત્યાં હાજર મળ્યું ન હતું જે બાદ તેઓએ આસપાસ તપાસ કરી હતી પણ તેનો કોઈ પત્તો ન લાગતા બાઈક ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું જે બાદ તેઓ આ અંગે ફરિયાદ કરવા એ ડીવીઝન [પોલીસ મથકે પહોચ્યા હતા પરંતુ મોરબી પોલીસની પરંપરા મુજબ બાઈક ચોરીની એફઆઈ આર લેવાના બદલે માત્ર સામાન્ય નોધ કરી લીધી હતી જોકે નંદલાલભાઈએ એફ આઈ આર નોધવા અપીલ કરી હોવા છતાં પોલીસે એફઆઈ આર લીધી ન હતી તેમજ છેલ્લા એક સપ્તાહથી પોતાના બાઈકની જાણકારી મેળવવા અનેક વાર પોલીસ સ્ટેશને ધક્કા ખાવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

સામાન્ય વ્યક્તિ પોતાની જીવનની કમાણી ખર્ચીને એક બાઈક લેતા હોય છે અને તેના થકી પોતાના ઘરથી કામના સ્થળે અને કામના સ્થળેથી ઘરે આવવા જવાનો એક માત્ર વિકલ્પ હોય છે તે પણ ચોરી થાય ત્યારે ગરીબ કે મધ્યમ વર્ગીય પરીવારની હાલત કફોડી બની જતી હોય છે પોલીસ આવા સમયે ફરિયાદ ન લે અથવા બાઈક ન મળે તો શું હાલત થાય તે જેનું વાહન ચોરી થાય તે જ સમજી શકે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW