HomeGujaratવિદ્યાર્થીનેતા યુવરાજસિહની ધરપકડના વિરુદ્ધમાં આજે NSUI,યુવા કોંગ્રેસે નહેરુગેટે ચક્કાજામ કરી વિરોધ કર્યો

વિદ્યાર્થીનેતા યુવરાજસિહની ધરપકડના વિરુદ્ધમાં આજે NSUI,યુવા કોંગ્રેસે નહેરુગેટે ચક્કાજામ કરી વિરોધ કર્યો

રાજ્ય સરકારની અલગ અલગ ભરતીના પેપર ફૂટી જવાની અનેક ઘટના બની છે અને આવી ઘટના અંગે વિધાર્થીને યુવરાજસિંહ દ્વારા અનેક વાર ગાંધીનગર ખાતે ઉમેદવારોને સાથે રાખી અનેકવાર વિરોધ કરવામાં આવતો હોય છે. આ વિરોધને શાંત પાડવા સરકાર દર વખતે પોલીસને આગળ ધરી દેતી હોય છે.

દર વખતની જેમ આ વખતે પણ પોલીસે યુવરાજસિહ વિરૂધ્ધ ગુન્હો નોધી ધરપકડ કરવામાં આવતા આજે મોરબીમાં એન એસ યુ આઈ અને યુવા કોંગ્રેસ દ્વારા આજે નહેરુગેટ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કોંગી કાર્યકરોએ સરકારની અન્યાયી નીતિ વિરુદ્ધ પ્લેકાર્ડ,બેનરો રાખી સુત્રોચ્ચાર કર્યો હતો.તેમજ નહેરુગેટ ખાતે ચક્કાજામ કર્યો હતો જે બાદ પોલીસ અહી પણ આવી પહોચી હતી. અને તમામ કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુમ્બીયા,રાજુકાવર,મહેશ રાજ્યગુરુ, ચિંતન રાજ્યગુરુ,એન એસ યુ આઈના કાર્યકર દેવેન્દ્રસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસ તેમજ એન એસ યુઆઈના કાર્યકરો જોડાયા હતા.પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 15 થી વધુ આગેવાનની અટકાયત કરવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW