રાજકોટ- મોરબી વચ્ચે 4 વર્ષ કરતા પણ વધુ સમયથી ફોરલેન કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન અલગ અલગ સ્થળ પર ઓવરબ્રિજ અને નદી પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળ ગતિએ ચાલતા આ રોડ પર ઘણા સમયથી બ્રિજ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ શકી ન હતી જેનું કારણ ડેમ સંપૂર્ણપણે ભરાયેલ હોય જેથી કામગીરી આગળ થઈ શકતી નથી. અંતે મચ્છુ નદી પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આ માટે અગાઉ મચ્છુ 3 ડેમ ખાલી કરવામાં આવ્યો હતો.

હાલ મચ્છુ 3 ડેમમાં માત્ર ડેડ સ્ટોક જેટલું જ પાણી બાકી રહ્યું છે. ત્યારે રાજકોટ મોરબી ફોર લેનની કામગીરી વચ્ચે હવે મચ્છુ 3 ડેમમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ચોમાસામાં ફરીવાર વરસાદી પાણીના કારણે ડેમ ભરાઈ તે પહેલાં બ્રિજના મુખ્ય પિલરની કામગીરી પૂર્ણ કરવા આયોજન કરવામાં આવ્યુ હોવાનું માર્ગ મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

