HomeGujaratCentral Gujaratહાઈકોર્ટની શાળા સંચાલકોને ટકોર, કહ્યું બાળકોનું ભણતર બગડવું ન જોઈએ

હાઈકોર્ટની શાળા સંચાલકોને ટકોર, કહ્યું બાળકોનું ભણતર બગડવું ન જોઈએ

ફી માટે બેફામ રીતે વાલીઓ તથા વિદ્યાર્થીઓ પર દબાણ કરતા શાળા સંચાલકો સામે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ દાખવ્યું છે. સુરત જિલ્લા ક્લક્ટરે પ્રાયવેટ સ્કૂલને ઘ્યાને લઈને આદેશ કર્યા હતા કે, જો કોઈ બાળકની ફી બાકી હોય તો એમના પર કોઈ રીતે દબાણ કરવામાં ન આવે. ફીની વસુલાત માટે વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. આ પરિપત્ર સામે પ્રાયવેટ સ્કૂલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે સુરત જિલ્લા ક્લેક્ટરના આદેશ પર સ્ટે આપીને કહ્યું હતું કે, કોઈ પણ સંચાલક ફી માટે દબાણ ન કરી શકે, સંચાલકો ફી માટે દબાણ કરતા હોય તો વાલીઓએ પણ એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. કોર્ટે એવું પણ પૂછ્યું હતું કે, આવો આદેશ કરવાનો ક્લેક્ટરને કોણે અધિકાર આપ્યો. આ સત્તા ક્લેક્ટરને નથી. એક કે બે શાળાના કેસ પરથી તમામ શાળાઓ માટે કોઈ એક આદેશ જાહેર ન કરી શકાય. પ્રાયવેટ સ્કૂલને એવું હતું કે, ગુજરાત હાઈકોર્ટ એમની તરફેણમાં ચૂકાદો આપશે. પણ ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, બાળકોનું કોઈ રીતે ભણતર બગડવું જોઈએ નહીં. એટલે ચૂકાદો વાલીઓની તરફેણમાં આવ્યો હતો. જોકે, નવું સત્ર શરૂ થવામાં છે એટલે કેટલીક સ્કૂલ એડવાન્સમાં ફી ઉઘરાવી લે છે. જેના કારણે વાલીઓને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મોંઘી ફીને લઈને વાલીઓમાં એક પ્રકારની ચિંતા હોય છે. અગાઉ સત્ર શરૂ થયા બાદ ફી લેવામાં આવતી હતી. પણ જે સ્કૂલો પાસે બસની સુવિધા છે તે સંચાલકો એડવાન્સમાં ટ્રાંસપોર્ટ ફી લઈ લે છે.

એજ્યુકેશન સત્ર પૂર્ણ થવામાં છે અને પરીક્ષાઓ પણ અંતિમ તબક્કામાં છે. એવામાં વેકેશન ફી લેવાતા હવે રીક્ષા ચાલકો પણ વેકેશન ફીની માંગ કરતા થયા છે. જોકે, તેઓ એવો તર્ક આપે છે કે, વેકેશન બાદ પણ સ્કૂલ તો ખુલવાની છે તો એડવાન્સમાં આપો તો શું ફેર પડે. જોકે, રાજકોટમાં ઘણા રીક્ષા ચાલકો સ્કૂલ શરૂ થયા પછી ફીને લઈને માંગ કરી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ફીનો મુદ્દો નવો નથી. જોવાનું એ રહે છે કે, સંચાલકો ફી વધારવાના મુડમાં છે. તો કેવી રીતે આ પગલું લેવાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW