મોરબી જિલ્લાના હળવદ તાલુકાના દિધડિયામાં લગ્ન પ્રસંગના હર્ષનો પ્રસંગ ઉજવાય તે પહેલા જાણે યમરાજાએ ધામા નાખતા લગ્નની ખુશી ઉજવવા થનગની રહેલા પરિવાર જનો પર દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ એક સાથે એક જ ઘરમાં ત્રણ લોકોના મોત થતા ઘરમાં મોતના ભારે આરેરાટી પ્રસરી ગઈ હતી બનાવની મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીધડિયા ગામમાં રહેતા હકાભાઇ પેમાંભાઈ કાંજીયાના દીકરા તેમજ દીકરીના આવતીકાલે લગ્ન લખવાના હોય જયારે શનિવારે રાત્રે માતાજીનો માંડવો હતો આ બન્ને પ્રસંગમાં લોકોની હાજરીને ધ્યાને લઇ ઘર પાસે ખાલી જગ્યામાં સફાઈ કરાવી માટી પાથરવામાં આવી રહી હતી.

આ દરમીયાન અચાનક દીવાલ ધરાશાહી થતા દીવાલ પાસે ઉભેલા હકાભાઇ પેમાંભાઈ કાંજીયા તેમના ભાઈ વિપુલભાઈ કમાભાઈ કાન્જીયા તેમજ મહેશભાઈ પ્રેમાભાઈ કાંજીયા દીવાલ નીચે દબાઈ ગયા હતા ઘટના બાદ ગ્રામ જનો તાત્કાલિક સારવાર અર્થે હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ત્રણેય લોકોને ગંભીર ઈજા પહોચી હોવાથી મોરબી 108માં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાહતા જોકે સિવિલ હોસ્પીટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા .બનાવની જાણ થતા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

