મોરબી શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવા લાતી પ્લોટ વિસ્તારના મુન નગર ચોકમાં આવેલ દિનેશભાઈ દલવાડીના ડેલામાં મેહુલ નરેન્દ્ર ઠક્કર તેમજ અરુણ ગણેશભાઈ કુંડારીયા નામના શખ્સ બાઈક રીક્ષા તેમજ અન્ય વાહનમાં નાખવામાં આવતા બ્રાન્ડેડ કમ્પનીનાં નામના એન્જીન ઓઇલ નામે ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ એન્જીન ઓઇલ બનાવતા હોવાની અને ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા મોરબી એલસીબીની પીઆઇ એમ આર ગોઢાણીયા પીએસઆઇ એન.બી ડાભી પીએસઆઈએ ચુડાસમા સહિત એલસીબી ટીમ બાતમી વાળા સ્થળ પર પહોચી હતી જેમાં તપાસ કરતા અહીં મોટા પાયે બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ એન્જીન ઓઇલ બનાવતી ફેકટરી મળી આવી હતી જે બાદ પોલીસે ફેકટરીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ એન્જીન ઓઇલ બનાવવાનું રો.મતરિયયલ. મળ્યું હતું જેમાં બેઇઝ ઓઇલ,એડિટીવ કેમિકલ,ઓઇલ બેઇઝ કલર,ગુલાબનું પરફ્યુમ મિક્સ કરી બાઈક રીક્ષા તેમજ કારમાં વપરાતા 20 લીટર, 10 લીટર, 5.લીટર તેમજ 1 લીટર એમ અલગ અલગ ડોક અને ડબ્બા ઉપરાંત800 અને 900 મિલી લિતરના પાઉચ ,પેકિંગ તેમજ સિલિંગ મશીન, એમ આર પી પ્રિન્ટર મશીન ઓઇલ ભરવાના માપિયા,સ્ટીકર વજનકાંટા સહિત રૂ 25.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીઓ આ ફેકટરીમાં બોગસ ઓઇલ બનાવતા હતા અને શહેર ના અયોધ્યાપુરી રોડ પર તેમજ અલગ અલગ વિસ્તારમાં એન્જીન ઓઇલનું વેચાણ કરતા દુકાન દારો પાસે જતા અને કંપનીનું બિલ વિનાનું સસ્તા ભાવે હોવાનું કહી વેપારીઓને વેંચતા હતા આ લોકોએ સુરત અમદાવાદ તેમજ રાજકોટમાં પણ મોટા પાયે હોલસેલમાં ડુપ્લીકેટ એન્જીન ઓઇલ વેચી માર્યા હોવાનું સામે આવ્યું છે.

