માળિયા તાલુકાના મોટી બરાર ગામના એક વૃદ્ધને ભુરાલાલ ખીમજીભાઈ મુછડીયાને એક પત્ર મળ્યો હતો. જેમાં મોરબી શહેરમાં આવેલ સમાજવાડી બાબતે કોઈ મીટીંગનું આયોજન કરેલ અને તેમાં અલગ અલગ લોકોના મોબાઈલ નંબર હતા. જેમાં ભુરાભાઈએ પત્રની ખાતરી કરવા આપેલ નંબરમાં ફોન કર્યો હતો. મોરબી માળિયા તાલુકાના વણકર સમાજના પ્રમુખ તરીકે ઓળખ આપતા રામજીભાઈ એમ ધાવડાએ ફોન ઉપાડ્યો હતો અને ફોન ગાળો આપી કાપી નાખવાની ધમકી આપી હોવાની માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે આ અંગે માળિયા પોલીસે મથકના હેડ કોન્સ્ટેબલ એસ કે બાલાસરાએ વધુ તપાસ હાથ ધરી છે

