અબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની પીજેએસસી ભારતના અગ્રણી ઓૈદ્યગિક સમૂહની હરિયાળા પર્યાવરણની હિમાયતી ત્રણ પોર્ટફોલિયો કંપનીઓમાં પ્રાથમિક મૂડી તરીકે 2 બિલિયન યુએસ ડોલરનું માતબર રોકાણ કરશે. ભારતીય આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ ભારતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર પ્રેફરન્શિયલ એલોટમેન્ટ રૂટ મારફત લિસ્ટેડ છે.અગાઉ આજે આ ત્રણે અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના બોર્ડની મળેલી બેઠકમાં આ નાણાકીય વ્યવહારને મંજૂરી આપવામાં આવી હતી.શેરધારકો અને રેગ્યુલેટરી મંજૂરીને આધિન આ રોકાણ માટે સેબીના નિયમનોની પૂર્તતા કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય હોલ્ડીંગ કંપની સાથે આ આંતર-પેઢી સંબંધ શરૂ કરતા અમને આનંદ થાય છે. અમે ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને એનર્જી ટ્રાન્ઝિશનમાં રોકાણના સહિયારા વિઝન અને મૂલ્યો માટે મન કર્મ વચનથી પ્રતિબદ્ધ છીએ. આ એક સીમાચિહ્નરૂપ વહેવાર છે. અદાણી ગ્રુપ અને આંતર રાષ્ટ્રીય હોલ્ડીંગ કંપની વચ્ચેના વ્યાપક સંબંધોનો આ ઉઘાડ અને યુનાઇટેડ આર એમિરેટના માધ્યમથી ભારતમાં વધુ રોકાણ આકર્ષવાનું મંગલાચરણ કરે છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.,અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝ લિ.બજારમાં પોતપોતાના વ્યવસાયના ક્ષેત્રોમાં મોખરે રહીને અદાણી સમૂહના ગ્રીન પોર્ટફોલિઓનું ફલક વિસ્તારે છે. આ કંપનીઓના વેપાર સમૂહ સાથે સંકળાયેલા દરેક કર્મશીલો પોતાના કાર્યક્ષેત્રને પરિણામલક્ષી બનાવવાના લક્ષ્યની પ્રાપ્તી માટે સંકલ્પબધ્ધ છે.આ રોકાણ ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપની અને અદાણી સમૂહના પોર્ટફોલિયોના સહિયારા દ્રષ્ટિકોણ અને ટકાઉ કંપનીઓમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતાની સાબિત છે જે ઊર્જા સંક્રમણને ધબકતું રાખવા કાર્યશૈલીનું નેતૃત્વ કરી રહી છે, એમ સાગર અદાણીએ ઉમેર્યું હતું.
ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપ્સીનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે ” દેશ વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઉર્જાના ક્ષેત્ર સહિત અનેક નવીનતાઓ અપનાવી રહ્યો હોવાના કારણે.ભારતમાં આ રોકાણ લાંબા ગાળાનું હશે કારણ કે આ ક્ષેત્રમાં રોકાણ પર આકર્ષક વળતર મેળવવાની તક ક્યારેય મોટી હોતી નથી.અમને ભરોસો છે કે અદાણી સમૂહની કંપનીઓ ભારતની કુલ સ્વચ્છ ઉર્જા ક્ષમતાને બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જે અમારા શેરધારકોની પ્રતિબદ્ધતાને હકારાત્મક રીતે પ્રતિબિંબિત કરશે.”
હોલ્ડીંગ કંપની સેબીના નિયમોનેઆધિન અદાણી ગ્રીન એનર્જી લિ.અને અદાણી ટ્રાન્સમિશન લિ. દરેકમાં રું ૩૮૫૦ કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રુ. ૭૭૦૦ કરોડનું રોકાણ કરશે. તમામ જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ આ નાણાકીય વ્યવહાર એક મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.આ મૂડીનો ઉપયોગ સંબંધિત વ્યવસાયોના વિકાસને આગળ વધારવા, બેલેન્સ શીટને વધુ મજબૂત કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

ઇન્ટર નેશનલ હોલ્ડીંગ કંપની વિષે
‘અબુ ધાબીના વિઝન 2030’ને વળગી રહીને યુનાઇટેડ આરબ એમિરાતમાં બિન-તેલ વ્યવસાય ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ અને વૃદ્ધિ કરવાની પહેલના ભાગ રૂપે ૧૯૯૮માં ઇન્ટરનેશનલ હોલ્ડીંગ કંપનીની સ્થાપના ૧૯૯૮માં કરવામાં આવી હતી.આ પ્રદેશના સૌથી મોટા સમૂહ પૈકીની એક ADX લિસ્ટેડ કંપની ટકાઉપણું, નવીનતા અને આર્થિક વૈવિધ્યકરણ પહેલને અમલમાં મૂકવાનો પ્રયાસ કરે છે.ઇન્ટર નેશનલ હોલ્ડીંગકંપની FTSE ADX 15 ઇન્ડેક્સ (FADX 15) માં સમાવિષ્ટ છે, જે ADX પર ટોચની 15 સૌથી મોટી અને સૌથી વધુ તરલ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે. 2021 માં હોલ્ડીંગ કંપનીની કુલ અસ્કયામતો AED 87 બિલિયન જ્યારે કુલ આવક 303% વધીને AED 28,562 બિલિયન સુધી પહોંચી હતી.
હોલ્ડીંગ કંપનીનો સંપાદન, વ્યૂહાત્મક રોકાણો અને બિઝનેસ સંયોજનો દ્વારા તેના પોર્ટફોલિયોને વધારવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. ૩૦ થી વધુ એકમો અને 21, 613 કર્મચારીઓને સમાવતી કંપની રિયલ એસ્ટેટ, કૃષિ, હેલ્થકેર, ફૂડ એન્ડ બેવરેજ, યુટિલિટીઝ, ઇન્ડસ્ટ્રીઝ, આઇ.ટી.અને કોમ્યુનિકેશન્સ, રિટેલ અને લેઝર સહિતના ક્ષેત્રોની વધતી જતી સંખ્યામાં તેના હોલ્ડિંગને વિસ્તારવા અને વૈવિધ્યીકરણ કરવાનો પ્રયાસ કરે છે.
શેરહોલ્ડરનું મૂલ્ય વધારવા અને વૃદ્ધિ હાંસલ કરવાની મુખ્ય વ્યૂહરચના સાથે, હોલ્ડીંગ કંપની ઓપરેશનલ સિનર્જી સાથે ખર્ચ કાર્યક્ષમતાને ઉંચે લઇ જાય છે.કંપની સીધી માલિકી દ્વારા રોકાણની તકોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રખવા સાથે અમિરેટ્સ અને વિદેશમાં ભાગીદારી કરે છે. વૈશ્વિક પરિવર્તન સાથે ઉભી થતી નવી તકો સાથે તાલમેલ સાથીને કંપની સ્થિતિસ્થાપકતા, નવીનતા અને પોતાના તેમજ તેના ગ્રાહકો અને તેના ભાગીદારો માટે બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા પર કેન્દ્રિત રહેતી આવી છે.

