મોરબીના દલવાડી સર્કલ પાસે ચકચારી રૂ.1.19 કરોડની લૂંટની ઘટના બની હતી જેમાં 6 જેટલા શખ્સ કાર લઈને આવ્યા હતા અને તલવાર અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો અંતે ભેદ ઉકેલવામાં મોરબી પોલીસને સફળતા મળી આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસની ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી તે દરમિયાન એલસીબીના એ એસ આઈ રજનીકાંત કૈલા અને સંજય પટેલને બાતમી મળી હતી કે લૂંટમાં વપરાયેલ શંકાસ્પદ વેન્યુકાર થાન વાંકાનેર રોડ પર દલડી ગામની સીમમાં હોય અને તેમાં સોમનાથ ટ્રાવેલ્સમ અગાઉ નોકરી કરતો કન્ડકટર જાવિદ અલ્લારખા ચૌહાણ હોય અને તેના ભાઈ પરવેઝ અલ્લારખા ચૌહાણ તેમજ પંકજ ચૌહાણ હોય અને તેઓ લૂંટની રકમની ભાગ બટાઈ કરવા આવ્યા હોય પોલીસે બાતમી આધારે દરોડો પાડ્યો હતો અને મહંમદ અલી ઉર્ફે પરવેઝ અલ્લારખા ચૌહાણ અનેં સવસી હકાભાઈ ગરાભડીયા તેમજ સુરેશ માથુર ગરાભડીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.79.74 લાખ રોકડ મોબાઈલ તેમજ લૂંટમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યા હતા. આ સિવાય લૂંટમાં વપરાયેલ ગુપ્તિ અને પાઇપ પણ જપ્ત કર્યો હતો.

આ રીતે આપ્યો ઘટનાને અંજામ
અબ્દુલકાદર ઉર્ફે જાવીદ ચૌહાણ નામના આરોપી સોમનાથ ટ્રાવેલ્સમાં 15 વરસથી નોકરી કરતો હોય અને આંગડીયાના રૂપિયાના પર્સલ આવતા હોવાની અગાઉથી જ જાણકારી હતી જેથી તેણે આ વાત તેના ભાઈને પરવેઝ ચૌહાણને કરી હતી જે બાદ પરવેઝે તેના મિત્ર પંકજને આખી જાણકારી આપી હતી પંકજ અને પરવેઝે લૂંટની ઘટનાનું કાવતરું ઘડ્યું હતું પંકજે બીજા માણસ રાખવા તેમજ લૂંટ માટે કારની વ્યવસ્થા કરવાની જવાબદારી લીધી હતી.અને લૂંટનો પ્લાન બનાવી અગાઉ થી કાવતરું રચી મોરબી પાસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો

આરોપીઓએ લૂંટ માટે અગાઉ પણ 2વખત પૃયાસ કર્યા હતા જેમાં એકવાર રાજકોટ જ્યારે એકવાર મોરબીમાં પૃયાસ કર્યા હતા પરંતુ રસ્તા પર ટ્રાફિકના તેમજ લોકોની અવર જવરના કારણે સફળ થઈ શક્યા ન હતા જેથી ચોથીવાર પ્રયાસ કર્યો અને આ વખતે ટ્રાફિક ન નડે તેમજ સીસીટીવી કેમેરામાં પણ ન આવે તેવી રીતે પલાનિંગ કર્યું હતું

