HomeGujaratસમગ્ર દેશમાં CNG ગેસમાં થયો મોટો ભાવ વધારો,જાણો ગુજરાતમાં કેટલો ભાવ

સમગ્ર દેશમાં CNG ગેસમાં થયો મોટો ભાવ વધારો,જાણો ગુજરાતમાં કેટલો ભાવ

ગુજરાત ગેસે પણ CNG ગેસના ભાવમાં વધુ એકવખત ભાવ વધારો કર્યો છે. જૂનો ભાવ જે રૂ.70.53 હતો એ વધીને રૂ.76.98 થઈ ગયો છે. મંગળવારે મોડી રાત્રે આ ભાવ વધારો લાગું કરી દેવામાં આવ્યો છે. ગુજરાત ગેસ તરફથી ગેસના ભાવમાં સીધો 6 રૂપિયા અને 45 પૈસાનો ભાવ વધારો ઝીંકી દેવાતા વાહનચાલકોમાં રોષની લગાણી છે. પેટ્રોલ ડીઝલ અને હવે ગેસના ભાવમાં મોટો વધારો થવાને કારણે વાહનવ્યહાર મોંઘો થયો છે. જેના કારણે આવનારા દિવસોમાં અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાના એંધાણ છે. આમ ગુજરાતની જ નહીં દેશની પ્રજાની સ્થિતિ પડ્યા પર પાટું માર્યું હોય એવી થઈ ગઈ છે. બીજી બાજુ ગુજરાત ગેસના પંપ સ્ટેશન પર યોગ્ય પ્રમાણમાં પ્રેશર ન આવતું હોવાની વાત વાહન ચાલકો કરી રહ્યા છે.

IGL એ આજથી એટલે કે બુધવારથી દિલ્હીમાં CNGની કિંમત 2.5 રૂપિયા પ્રતિ કિલો વધારીને 66.62 રૂપિયા પ્રતિ કિલો કરી દીધી છે. ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડા માટે સીએનજીની કિંમત 69.18 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે, જ્યારે ગુરુગ્રામમાં તેની કિંમત 74.94 રૂપિયા પ્રતિ કિલો થશે.તે જ સમયે, શહેરની ગેસ યુટિલિટી મહાનગર ગેસ લિમિટેડે પણ બુધવારે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 7 અને સ્થાનિક પીએનજી માટે રૂ. 5 પ્રતિ એસસીએમથી રૂ. 41 પ્રતિ એસસીએમ વધારવાની જાહેરાત કરી હતી, જે આજથી લાગુ થઈ ગઈ છે દરમિયાન, ગયા અઠવાડિયે જ, શહેરની ગેસ યુટિલિટી મહાનગર ગેસે ગુરુવારે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલો રૂ. 6 અને પાઇપ ગેસના રૂ. 3.50 પ્રતિ સ્કે.મી.નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

આ પહેલા ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ સોમવારે દિલ્હીમાં CNGના ભાવમાં 2.5 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કર્યો હતો. જ્યારે 1 એપ્રિલે કોમર્શિયલ એલપીજી-સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. PNGના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ જણાવ્યું કે 1 એપ્રિલ, 2022થી સ્થાનિક PNGની કિંમતમાં સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (SCM) દીઠ રૂ. 5નો વધારો કરવામાં આવ્યો છે.

બુધવારે મેટ્રો શહેરોમાં સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં વેચાઈ રહ્યું છે, જ્યારે હૈદરાબાદમાં ડીઝલ સૌથી મોંઘુ રૂ. 105.49 પ્રતિ લીટર છે. જો દેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ડીઝલ સૌથી મોંઘુ એટલે કે 107.11 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તે જ સમયે, રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ એટલે કે 122.93 રૂપિયા પ્રતિ લિટર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW