એક તરફ ઉનાળાએ પોતાનો આકરું સ્વરૂપ ધારણ કરી લેતા કાળઝાળ ગરમી પડી રહી છે.જેના કારણે પાણીનો વપરાશ તેજ ગતિએ વધવા લાગ્યો છે. જેના કારણે છેવાડાના અને ગરીબ વિસ્તારમાં પાણીનો પારાયણ શરુ થઇ ચુકી છે. ખાસ કરીને શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલ લાયન્સ નગરમાં દર વર્ષે પીવાના પાણી તંગી સર્જાઈ છે. આ વિસ્તારમાં દર વર્ષે મહિલાઓ પાણી મુદે રજૂઆત કરવા આવતી હોય છે પણ પાલીકા દર વર્ષે લોકોને માત્ર કોરા આશ્વાસન આપી જતા કરે છે. પણ પાણી આપી શકતું નથી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પારાયણ શરુ થઇ ગઈ છે. આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણી આપવામાં આવી રહ્યું નથી.જેના કારણે આ વિસ્તારમાં પીવાના પાણીની ભારે તંગી સર્જાઈ છે. મહિલાઓને દુર દુર સુધિ પીવાનાપાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ ન આવતા આજે મહિલાઓએ પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને ઢોલ વગાડી મહિલાઓએ પાલિકાના બહેરા કાન ખોલવા પ્રયાસ કર્યો હતો મહિલાઓએ પાલિકા કચેરીમાં ઢોલ સાથે સાથે પાણીની માંગ કરી સુત્રોચ્ચાર કર્યો હતો અને આ વિસ્તારમાં પાણી ન આપવામાં આવતા પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને જ્યાં સુધી પાણીનો ઉકેલ નહી આવે ત્યાં સુધી ન જવાની મહિલોઓએ જીદ પકડી અંતે પાલિકાના કર્મચારીઓએ તેમણે સમજાવી વહેલી તકે પાણી આપવાનું આશ્વસન આપી સમજાવત કર્યા બાદ મામલો શાંત પડ્યો હતો.

