HomeGujaratમોરબીઃમોડપર નજીક 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

મોરબીઃમોડપર નજીક 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી

મોરબીના મોડપર ગામમાં રહેતા એકસગર્ભા મહિલા આશાબેન ઉમેશભાઈ દેલવાડીયા નામની મહિલાને મંગળવારે વહેલી સવારે પ્રસુતિની પીડા ઉપડી હતી. જે બાદ તેઓએ 108ની ટીમનો સંપર્ક કરતા આમરણ લોકેશનની ટીમના ઇએમટી નિતેશભાઈ ભીમાણી અને પાઈલોટમાં રસુલભાઈ પારેડી તુરત મોડપર ગામ દોડી ગયા હતા અને મહિલાને નજીક હોસ્પીટલમાં લઇ જવા રવાના થયા હતા રસ્તામાં મહિલાની તબિયત વધુ લથડતા એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરવાની ફરજ પડતા 108ના સ્ટાફે મહિલાનું પ્રસુતિ કરાવી હતી અને માતા એ સ્વસ્થ નવજાત શિશુને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બાળકને હોસ્પિટલમાં પ્રાથમિક સારવારની જરૂર હોવાથી તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં સારવાર અઅર્થે ખસેડ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW