HomeGujaratSP મીણાની જાજરમાન વિદાયઃ વરરાજાની કારની માફક કાર ડેકોરેટ કરી, પોલીસકર્મીએ દોરડું...

SP મીણાની જાજરમાન વિદાયઃ વરરાજાની કારની માફક કાર ડેકોરેટ કરી, પોલીસકર્મીએ દોરડું ખેચ્યું

રાજકોટ જિલ્લાના પોલીસવડા બલરામ મીણાની દાહોદના SP તરીકે બદલી થતા રાજકોટ પોલીસ કર્મચારીઓ તરફથી એમને જાજરમાન વિદાય આપવામાં આવી હતી. જેતપુર ડિવિઝનના ASP સાગર બાગમારની સુરતના DCP તરીકે નિમણૂંક કરાઈ છે. એટલે રાજકોટ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓએ પોતાના બંને અધિકારીઓને યાદગાર વિદાય આપી છે. પોલીસે એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં બલરામ મીણાની કારને વરરાજાની જેમ ડેકોરેટ કરાઈ હતી. બુકેથી શણગાર કરાયો હતો. એ પછી પોલીસકર્મીઓએ કારને દોરડાથી ખેંચીને ભાવભરી વિદાય આપી હતી.

તાજેતરમાં જ રાજ્યમાં IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લાના પોલીસવડા તરીકે રહેલા બલરામ મીણાને દાહોદ SP તરીકે મૂકાયા છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક હોટેલમાં ખાસ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમમાં રેન્જ IG સંદિપસિંહ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, DDO દેવ ચૌધરી, મ્યુનિ. કમિશનર અમિત અરોરા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. IGએ બંને અધિકારીઓને શ્રીફળ-પડો આપી વિદાય આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા પોલીસકર્મીઓ ભાવુક થયા હતા.


LCB, SOG અને જુદા-જુદા પોલીસ મથકના PI, PSI કક્ષાના અધિકારીઓએ મુખ્ય અધિકારી પદે રહેલા મીણાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બલરામ મીણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મેં પ્રથમ DCP ઝોન-1 બાદ જિલ્લા SP તરીકે ફરજ અદા કરી છે. લાંબો સમય કામ કરવા મળ્યું આથી કામ પ્રત્યે સંતોષ છે. કોરોનાકાળ દરમિયાન કરેલી કામગીરીને તેમણે યાદ કરી હતી. બલરામ મીણાના સ્થાને હવે રાજકોટમાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો છે.

રાજકોટમાં જયપાલસિંહનું મેયર ડૉ.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તરફથી સ્વાગત કરાયું છે. બીજી બાજું જામનગરના પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓ અગાઉ અમદાવાદ ઝોન 7ના DCP તરીકે રહ્યા હતા. પ્રેમસુખ ડેલુંના ભાઈ પણ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. છ વર્ષમાં 12 સરકારી નોકરીઓ મેળવી ચૂક્યા છે. રાજસ્થાનમાં તેઓને પ્રોફેસર તરીકે ઓફર હતી. 2015ની બેચમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન UPSC પાસ કરી 170મો રેન્ક મેળવ્યો હતો. હાલ તેઓ જામનગરના નવા SP તરીકે ચાર્જ સંભાળી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW