મહેસાણા જિલ્લામાંથી માર્ગ અકસ્માતની ત્રણ મોટી ઘટના સામે આવી છે. જેમાં વ્યક્તિઓના જીવ ગયા છે. રિક્ષાના અકસ્માતની ઘટનામાં અમદાવાદના યુવાનનું મોત નીપજ્યું હોવાના વાવડ મળ્યા છે. અમદાવાદથી પાટણ મોટીસા હડકમઈ માતાજીના મંદિરે દર્શન કરવા યુવાન ગયો હતો. ત્યાંથી પરત ફરતી સમયે યુવાનની રિક્ષાને ઈકો કારે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
આ યુવાનનું નામ ગૌતમ પટ્ટણી છે. જે પોતાના માતા-પિતા સાથે પાટણના મોટીસા હડકમઈ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતો હતો. અમદાવાદથી તે રિક્ષામાં જવા દર્શને નીકળ્યો હતો. અમદાવાદથી માતા પિતા અને દીકરો સવારના સમયે પાટણ પહોંચ્યા હતા. આ યુવાન પોતાના માતા પિતાને પાટણ મૂકી રિક્ષા લઈને અમદાવાદ આવી રહ્યો હતો. એ સમયે મહેસાણા નજીક બાયપાસ રોડ પર પાંચોટનગર સર્કલ નજીક ઈકો કારનો ચાલકો પુરપાટવેગે આવી રહ્યો હતો. પછી રિક્ષાને અડફેટે લીઘી હતી. ગૌતમને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત કરીને ગાડીનો ડ્રાઈવર કાર છોડીને ફરાર થઈ ગયો છે. પોલીસે એને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માતમાં રિક્ષાનું કાગળની જેમ પડીકું વળી ગયું છે. મૃતકના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં જઈ જવામાં આવી હતી. એના અમદાવાદ રહેતા પરિવારને જાણ કરતા એ પણ મહેસાણા દોડી આવ્યો હતો. પોલીસે ઈકો કારના ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

જોકે, આ પહેલા પણ ઈકો અને ટ્રક વચ્ચે આ રસ્તેથી પાલનપુર જવાના રસ્તા પર અકસ્માત થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મહેસાણા પંથકમાં આ બીજી મોટી ઘટના છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છે. હાઈવે પર પુરપાટ વેગે દોડતા વાહનોને કારણે ક્યારેક એવો અક્સ્માત થાય છે કે, વ્યક્તિના જીવ ગુમાવવાનો વારો આવે છે.

