મોરબી જિલ્લામાં આકરી ગરમીની દૌર શરૂ થઈ ગયો છે સાથે સાથે હિટવેવ પણ શરૂ થઈ જતા જિલ્લાની પ્રાથમિક શાળામાં બપોરની પાડી 1 એપ્રિલથી 30 જૂન સુધી બંધ કરી 1થી 8 ના બાળકોને સવારની પાડી ચાલુ રાખવા નિર્ણય લીધો છે.
રાજ્યમાં ફરી આકરી ગરમીનો દૌર શરૂ થઈ ગયો છે જેના કારણે હાલ પારો 40 ડિગ્રી પાર કરી ગયો છે.આઉપરાંત હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી હિટવેવ યથાવત રહેવાની આગાહી કરી છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્યને ધ્યાને લઇ મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસનો સમય બદલાવામાં આવ્યો છે.1 એપ્રિલથી 30 જૂન સુધી શાળાનો સમય સવારે 7:15થી 12:15 સુધી રહેશે.આ સમય ગાળા દરમિયાન બપોરના સમયે ચાલતી પાળી પણ સવારે જ ચાલવાની રહશે તેવો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ સોલંકીએ આદેશ કર્યો છે.

