સુરતના પાસોદરામાં સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાની હત્યા કેસમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આરોપી ફેનિલ ગોયાણી સામે ચાલી રહેલી ટ્રાયલમાં સરકાર પક્ષે વકીલ નયન સુખડવાલાએ સતત ત્રીજા દિવસે આ કેસમાં જોરદાર દલીલ કરી છે. આરોપી ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું કહેવામાં આવ્યું હતું. પણ આ વાતનું ખંડન સરકારી પક્ષે કર્યું છે.
વકીલે કહ્યું કે, જો પ્રેમ હોય તો કંઈ આખું ખાનદાન સાફ કરી નાાખવાની ભાવના પ્રેમમાં ન હોય.

શુક્રવારે સરકાર પક્ષની દલીલો પૂરી થઈ ગઈ છે. આજની દલીલમાં આરોપી પક્ષ તરફથી કેટલાક ફોટા રજૂ કરવામાં આવ્યા હતા. જેનું ખંડન કરતી દલીલ સરકારી પક્ષના વકીલે કરી છે. આ ફોટો ઓરિજિનલ છે કે નહીં એની કોઈ ગેરેંટી નથી. દલીલ હેતું એવું માનવી લેવામાં આવે છે કે, સાથે ફોટો હોવા માત્રથી પ્રેમ છે એવું પુરવાર ન થાય. આજના સમયેમાં છોકરા અને છોકરીના સાથે ફોટો હોવાથી પ્રેમ છે એવું માની ન શકાય. આ કેસમાં બેવના ફોટો છે એવું કંઈ સાબિત થયું નથી. આરોપી તરફે જે પ્રેમ હતો એવો ડિફેન્સ લેવામાં આવે છે એ પણ માની શકાય તેમ નથી. પ્રેમ એ ત્યાગ અને બલિદાનનો વિષય છે. કોઈની બલી લેવાનો નહીં. પ્રેમમાં ત્યાગની ભાવના હોવી જોઈએ. કોઈનું ખાનદાન સાફ કરી નાંખવાની નહીં.

એટલે પ્રેમની વાત અહીં માની શકાય એમ નથી. રજૂ કરાયેલા ફોટો સાથે ચેડા કરવામાં આવ્યા હોય એવી પૂરી શક્યતાઓ છે. તપાસ દરમિયાન આરોપીએ ફોટો કેમ ન આપ્યા? ફોટા પાછળથી ઊભા કરી દેવાની સંભાવના છે. સરકાર તરફથી તમામ પુરાવા સાથે એક કેસ થતી સાબિતી આપવામાં આવી છે. આરોપીને દોષિત ઠેરવવો જ જોઈએ એવી દલીલ સાથે કોર્ટની મુખ્ય દલીલ પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં બન્યું એવું કે આરોપી સહાનુંભૂતિ મેળવવા માટે કોર્ટમાં બેભાન થઈ ગયો. જેલમાંથી ફોન કર્યો. એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ રજૂ કરાયું. સહાનૂભુતિ મેળવવા માટે ઇજા કરી હોય એવું દેખાઈ આવે છે.

આ ઘટનાને અંજામ આપીને આરોપીને પણ મરી જવું હતું. જો મરી જ જવું હોત તો ફોન કરીને અહીંયાથી લઈ જાવ એવું ન બોલે. પોલીસ આવી ત્યારે તેણે કહ્યું કે, પીસીઆર મંગાવો એટલે તે મરવા માંગતો ન હતો. આ માત્ર દેખાડા હતા. ફેનિલ આ પહેલા ચોરીના કેસમાં જેલ ભોગવીને આવ્યો છે. તેમ છતા સુધર્યો ન હતો. પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા મળે એવી સૌ કોઈને આશા છે. આ કેસમાં સૌ કોઈ ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે.

