HomeGujaratમોરબીના જોધપરમાં RTI પાછી ખેચવાનું કહી 2 લોકોને ત્રણ શખ્સે મારમાર્યો

મોરબીના જોધપરમાં RTI પાછી ખેચવાનું કહી 2 લોકોને ત્રણ શખ્સે મારમાર્યો

મોરબીના આલાપ પાર્કમાં રહેતા મૂળ જોધપર ગામના પ્રાગજીભાઈ વાલજીભાઈ રાજપરાનામના 62 વર્ષના વૃધ્ધ તેમજ રજનીકાંતભાઈએ જોધપરમાં થયેલ જમીન કૌભાંડની શંકા આધારે માહિતી મેળવવા ગ્રામ પંચાયતમાં જાહેર માહિતી અધિનિયમ અંતર્ગત અરજી આપવા ગયા હતા ત્યારે પંચાયત ઓફિસમાં ભગવાનજીભાઈ ચતુરભાઈ બરાસરા હાજર હતા બાદમાં ભગવાનજીભાઈએ અન્ય બે આરોપી જયેશભાઈ ભુરાભાઈ હોથી તેમજ માવજીભાઈ ભૂદરભાઈ બરાસરાને બોલાવી લીધા હતા અને અરજી પાછી ખેચી લેવાનું કહી તેમને ધાક ધમકી આપી હતી પ્રાગજીભાઈને આરોપીઓએ પકડી રાખી માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે પ્રાગજીભાઈ બો ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW