HomeGujaratનરેશ પટેલ રાજકારણમાં આવે તો જાણો સૌથી વધુ ખુશ કોણ,પ્રશાંતની એન્ટ્રીના એંધાણ

નરેશ પટેલ રાજકારણમાં આવે તો જાણો સૌથી વધુ ખુશ કોણ,પ્રશાંતની એન્ટ્રીના એંધાણ

નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરવાના છે. જેને લઈને જુદા જુદા તર્ક વિતર્ક ચાલું થઈ ગયા છે. ખાસ કરીને કઈ પાર્ટીમાં તેઓ જાય એના પર સૌની નજર છે. આ વિષય પર ગીતાબેન પટેલે પ્રતિક્રિયા આપી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવું સમર્થન લાગી રહ્યું છે કે નહીં? આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ગીતાબેને કહ્યું કે, બિલકુલ સાચી વાત છે અને હું તો ખૂબ જ ખુશ છું. છેલ્લા પાંચ છ વર્ષથી અમે સમાજની લડાઈ લડતા હતા.

પણ આવડોમોટો સમાજનો આ આગેવાન ખરેખર જો કોંગ્રેસ પાર્ટીમાં આવી રહ્યા છે તો સૌથી વધારે ખુશી હોય તો એ મને છે. કારણ કે, જ્યારે અમે ખોડલધામ મળવા માટે ગયા ત્યારે તેમણે મને બહેન કહીને બોલાવી હતી. એટલે મને આનંદ છે. કારણ કે મારા મોટાભાઈ સમાન વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીની અંદર આવે તો આ ભ્રષ્ટ સરકાર સામે લડવા માટે તૈયાર થતા હોય તો સૌથી વધારે આનંદ મને છે. એંધાણ એવા દેખાઈ રહ્યા છે કે, નરેશ પટેલ પ્રશાંત કિશોર સાથે ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. પ્રશાંત કિશોરનો એવો આગ્રહ હતો કે, ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે એક સક્ષમ ચહેરો જોઈએ. કોંગ્રેસ પણ ઘણા સમયથી આ ચહેરાની શોધમાં હતી.

જો નરેશ પટેલ કોંગ્રેસ જોઈન કરે તો કોંગ્રેસમાં ખરા અર્થમાં નવા પ્રાણ રડાશે. નવો અને મજબુત ચહેરો મળશે. નરેશ પટેલે તાજેતરમાં કરેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું તમામ પક્ષના લોકો સાથે વાત કરૂ છું. પણ સમય આવ્યે કઈ પાર્ટીમાં જવાનો છું એનું એલાન કરીશ. રાજકીય અટકળો વચ્ચે નરેશ પટેલનું ખાસ કોઈ સચોટ નિવેદન સામે આવ્યું નથી.પણ રાજકીય લોબીમાંથી એ વાત જાણવા મળી છે કે, પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન હાથમાં લઈ શકે છે. ખાસ કરીને ચૂંટણીની વ્યૂહરચના તે ગોઠવી શકે છે.

જોકે, નરેશ પટેલે એ વાત સ્વીકારી હતી કે, હું ઘણા સમય પહેલા પ્રશાંત કિશોરને મળ્યો છું. એ મારા સંપર્કમાં છે. પણ તાજેતરના કે કોઈ નજીકના સમયમાં એની સાથે ખાસ કોઈ વાતચીત થઈ નથી. નરેશ પટેલને લેઉવા પાટીદાર સમાજમાંથી મોટો અને મહત્ત્વનો ચહેરનો માનવામાં આવે છે. એમના રાજકારણમાં જવાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સીધી અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લેઉવા પાટીદાર લોકોની વસ્તી વધારે છે. એટલે જે પાર્ટીમાં જશે એને ફાયદો થવાનો છે એ વાત હાલ તો નક્કી મનાય રહી છે. જોકે, નરેશ પટેલ હાલ કંઈ બોલ્યા નથી એટલે માત્ર અટકળોના આધારે વાતો થઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW