ગુજરાત રાજ્ય સરકાર તરફથી સમયાંતરે નોકરી બહાર પાડવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક સમયથી પેપરલીક જેવા કેસ વધી ગયા છે. એટલે પેપરફૂટી જવાથી સરકારી નોકરીની તૈયારીઓ કરનારા ઉમેદવારોમાં રસ ઘટી રહ્યો છે. તો ક્યારેક પરીક્ષા રદ્દ કરવાનો વારો આવે છે. રાજ્યના મોટાભાગના યુવાનો એવું ઈચ્છે છે કે, તે સરકારી નોકરી કરે. પણ સરકારી નોકરી બાદ તેઓ લાંચ લેતા પણ ખચકાતા નથી. જ્યારે તબીબી ક્ષેત્રમાંથી એવું ચિત્ર સામે આવ્યું છે કે,તબીબોને સરકારી નોકરીમાં કોઈ રસ નથી.

સરકારની કૉલેજમાં MBBS કરતા તબીબોને સરકારી નોકરીમાં રસ હોય તેમ લાગતો નથી. છેલ્લા એક વર્ષનો રીપોર્ટ સામે આવ્યો છે જેમાં 1730 તબીબો ફરજ પર હાજર જ થયા નથી. હાજર ન થયેલા તબીબો પાસેથી રૂ.49.35 કરોડ રૂપિયા વસુલ કરવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર વિધાનસભા ગૃહમાં જે આંકડા રજૂ કરે છે જેમાંથી આ વિગત સામે આવી છે. હકીકત એવી પણ છે કે, જે પ્રમાણે હોસ્પિટલમાં તબીબોનો સ્ટાફ હોવો જોઈએ એ પ્રમાણે કોઈ સ્ટાફ નથી.

જે સરકારી મેડિકલ કૉલેજની ફી ઓછી હોય છે એ બોન્ડેડ ડૉક્ટરોને કેટલીક સરકારી હોસ્પિટલમાં ફરજ હેતું જવાનું હોય છે. પણ એના આંકડા પણ ચોંકાવનારા છે. બે વર્ષથી માત્ર 1730 તબીબોમાંથી માત્ર એક હજાર જ તબીબો હાજર થયા. બાકીના કોઈએ ન આવવા સુધીનો કોઈ રીપોર્ટ પણ કર્યો નથી. આ ચિત્ર પરથી એટલું તો કહી શકાય છે કે, તબીબોને સરકારી નોકરી કરવામાં કોઈ રસ નથી. ન તો એમને સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની કોઈ ઈચ્છા છે. પણ જ્યારે કેસ ક્રિટિકલ બની જાય છે ત્યારે આ જ ખાનગી ખૂણે વેપલો કરનારા તબીબો પોતાના પેશન્ટને સરકારી હોસ્પિટલમાં ખો અપાવી દે છે.

હકીકત એવી પણ છે કે, છેલ્લા બે વર્ષથી આટલો મોટો આંકડો થઈ ગયો હોવા છતાં એમની પાસેથી કોઈ પ્રકારની રકમ વસુલવા માટે સરકારનું કોઈ આયોજન પણ નથી. પૈસા પરત લેવા માટે કોઈ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી નથી. જોવાનું એ રહે છે કે, સમયાંતરે સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને તબીબોની અછત માટે સરકાર શું અને કેવું આયોજન કરે છે.

