HomeGujaratCentral Gujaratમોરબી જિલ્લાની ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયા માટે બુધવારથી ઓનલાઈન ફોર્મ...

મોરબી જિલ્લાની ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ પ્રકિયા માટે બુધવારથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ રાજ્યની ખાનગી શાળામાં 25 ટકા ખાલી બેઠક પર દર વર્ષે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે જેમાં બાળકોને ધોરણ 1થી 8 સુધી નિ:શુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે આ ઉપરાંત શાળામાં યુનિફોર્મ અને પુસ્તકો માટે પણ સરકાર તરફથી સહાય ચુકવણી કરવામાં આવે છે.ત્યારે શૈક્ષણિક વર્ષ 2022-23 માંRTE અંતર્ગત પ્રવેશ પ્રકિયા અંગે પણ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને તે અંતર્ગત મોરબી જિલ્લાની 185 ખાનગી શાળામાં 1368 જગ્યા મંજુર કરવામાં આવી છે આ મંજુર થયેલ જગ્યા માટે તા 30 માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરુ થઇ જશે. અને આગામી 11 એપ્રિલ સુધી ચાલશે.તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકાના 101 શાળા માટે 892 જગ્યા,હળવદ માટે 27 શાળામાં 99 બેઠક,વાંકાનેરની 34 શાળામાં 198,ટંકારામાં 22 શાળામાં 172 માળિયાની એક ખાનગી શાળામાં 7 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમની 32 અને અંગ્રેજી માધ્યમની 152 જયારે હિંન્દી માધ્યમમાં 01 શાળા મંજુર થયેલ છે.

(બોક્સ) RTE અંતર્ગત કોણ કોણ ફોર્મ ભરી શકે છે
રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળા માટે ખાલી કરેલ જગ્યા માટે ચોક્કસ શરતો અને કેટેગરી નક્કી કરવામાં આવી છે આ નિયત કેટેગરી અને શરત મુજબ આવતા વાલીના બાળકો આરટીઈમાં પ્રવેશપાત્ર રહે છે ગરીબ અથવા માતા પિતા વિહોણા બાળકો,વિધવા માતાના બાળકો, બીપીએલ પરિવાર,એસસી એસટી કેટેગરીમાં આવતા પરિવારના બાળકો, ઓબીસી કેટેગરી તેમજ જનરલ કેટેગરીમાં આવતા પરિવારના બાળકો નવી શિક્ષણ નીતિ મુજબ શાળામાં પ્રવેશ મેળવવા માગતા બાળકના ચાલુ શૈક્ષણીક વર્ષમાં 6 વર્ષ પૂર્ણ થવા જરૂરી
ગ્રામ્ય વિસ્તારમાં વાલીની વાર્ષિક આવક વધુમાં વધુરૂ 1.20 લાખ જયારે શહેરી વિસ્તારમાં રૂ 1.50 લાખ આરટીઈમાં પ્રવેશપાત્ર

(બોક્સ )ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ
બાળક અને માતા પિતાનું આધાર કાર્ડ
બાળકનો જન્મતારીખનું પ્રમાણ પત્ર
પાસપોર્ટ સાઈઝ ફોટો
માતા પિતાનો જ્ઞાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તેમને )
રાશન કાર્ડ (બીપીએલ સ્કોર કાર્ડ જેને 1થી 20 સ્કોર હોય તેમને )
પિતાનું આવકનું પ્રમાણપત્ર
બાળક અથવા માતા પિતાની બેંક પાસબુક નકલ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW