રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 10 એપ્રિલથી ફરી સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. તેમજ 10 એપ્રિલે દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવીને તા. 13 એપ્રિલના રોજ રૂક્ષ્મણી વિવાહમાં તથા પ્રખ્યાત માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિની મુલાકાતના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.

માધવપુર મેળો પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં થાય છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાયેલો છે. હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયા હતાં. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયા અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે.

