HomeGujaratCentral Gujaratગૃહકંકાસઃ મને મારવામાં આવી, બહાર કાઢી મૂકી પણ હું મારા પતિ સાથે...

ગૃહકંકાસઃ મને મારવામાં આવી, બહાર કાઢી મૂકી પણ હું મારા પતિ સાથે જ રહીશઃ રેશમા પટેલ

કોંગ્રેસના મોટા નેતા ભરતસિંહ સોલંકી અને તેની પત્ની વચ્ચે તકરાર વધી ગઈ છે. રેશમા પટેલ વિદેશથી પરત ફરતા જ ઘરનો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશમા પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યા છે. રેશમા પટેલે આ માટે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે. પણ હવે તેને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રેશમા પટલે કહ્યું કે, કોર્ટમાં જવું એ મારો અધિકાર છે અને એ માટે હું જઈશ. હાલમાં હું એમના ઘરે જાવ તો મને ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે.

ના છૂટકે પોલીસ પ્રોટેક્શન અને કોર્ટની મદદ લેવાનો વારો આવ્યો છે. રેશમા પટેલ બોરસદમાં બીવરલી હિલ્સ વિસ્તારમાં રહે છે. આ પહેલા રેશમા પટેલે કોંગ્રેસના મોટાનેતા રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી હતી. અમેરિકાથી પત્ર લખીને રાહુલ ગાંધીને ફરિયાદ કરતા રેશમા પટેલે કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીન ડરથી અમેરિકા આવી છું. હાલમાં મારી આર્થિક સ્થિતિ સારી નથી. હું અપેક્ષા રાખું છું કે, મને આ કેસમાં ન્યાય મળે. ભરતસિંહ સોલંકીએ પોતાની જ પત્નીની વિરૂદ્ધમાં એક જાહેર નોટિસ પાઠવી હતી.

જેમાં કહ્યું હતું કે, રેશમા પટેલ સાથે હવે કોઈ પ્રકારનો સંબંધ નથી. છેલ્લા ચાર વર્ષથી અમે અલગ રહીએ છીએ. મારી પત્ની મારા કહ્યામાં નથી. મનફાવે એમ વર્તે છે. કોઈ વ્યક્તિએ રેશમા પટેલ સાથે કોઈ રાજકીય લેવડદેવડ કરવી નહીં. છતાં કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની લેવડદેવડ કરશે તો એની જવાબદારી મારી નથી. અગાઉ પણ રેશમા પટેલે વકીલ દ્વારા એક ખુલાસો કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકીને કોરોના થયો ત્યારે મેં એની ખૂબ જ સેવા કરી છે. સેવા કરીને એને પુનઃજીવન આપ્યું છે. પણ સાજા થયા બાદ તે છૂટાછેડા માટે દબાણ કરી રહ્યા હતા.

મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને મારા પર લગાવેલા એમના આક્ષેપ પાયા વગરના છે. ખોટી સ્ટોરી ઊભી કરીને મને બદનામ કરવામાં આવી છે. આની અંદર મારા માતા, પિતા જે હાલ દુનિયામાં નથી. કાકાથી લઈને પરિવારજનોની આબરૂ ગઈ છે. મને માનસિક ત્રાસ દેવામાં આવ્યો છે. મને ધમકીઓ આપવામાં આવી. મને જીવનું જોખમ લાગ્યું એટલે હું અમેરિકા ગઈ. અમેરિકા એટલા માટે ગઈ કે ભરતસિંહના ઘરની આબરૂ અને મારો જીવ બચી જાય. ચાર દિવસથી હું ઘરે જાવ છું તો મને ધક્કા મારીને બહાર કાઢે છે. ઘરમાં આવીશ તો મારી નાંખીશું એવી ધમકી આપે છે. તેથી મેં કોર્ટનો સહારો લીધો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW