HomeGujaratCentral Gujaratહું વગર કોમ્પિટિશને આ જગ્યા પર છું, જાણો શા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

હું વગર કોમ્પિટિશને આ જગ્યા પર છું, જાણો શા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવું બોલ્યા

ગુજરાતના મહાનગર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્ત્વની વાત કહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, કેટલાય લોકો પોતાની બાજુ વાળા કરતા કેવી રીતે આગળ જવું, એવી નકામી કોશિશ કરે છે. ટેનશન કરી કારણ વગર બીમારીને આમંત્રણ આપે છે પણ હું મારા જીવનનો જ દાખલો આપું હું વગર કોમ્પીટીશનએ આ પોઝિશન પર છું. આ શબ્દો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના છે.

આ હોસ્પિટલે 27 જેટલા હાર્ટ ટ્રાંસપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવામાં મદદ કરતા લોકોનું પણ સન્માન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરમાં આવેલી સિમ્સ હોસ્પિટલ તરફથી 2016માં હાર્ટ ટ્રાંસપ્લાન્ટ શરૂ કરાયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 27 જેટલા હાર્ટ ટ્રાંસપ્લાન્ટ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે આવેલા ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જન્મ લીધા બાદ ક્યાંક તકલીફ ઊભી થાય ત્યારે જીવ બચાવવાનો હોય. એ જીવને બચાવવાનું ભગવાન જેવું કામ ડૉક્ટર કરે છે. ડૉક્ટરની ભૂમિકા ખૂબ મોટી છે અને રહેવાની છે. 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થયા ખૂબ મોટી વાત છે. અનેક ડોકટરો સાથે મળીને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં કામ કરતા હોય છે. પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ગ્રીન કોરિડોર શબ્દ નવો હતો. પોલીસ તરફથી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં ગુજરાતમાં સૌ પ્રથમ વાર હાલ એર એમ્બ્યુલન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલા 50 વર્ષે ડોકટર્સ રેગ્યુલર ચેકઅપની ડોકટર્સ સલાહ આપતા હતા. હાલના સમયે તમામ તબીબો 40 વર્ષે રેગ્યુલર ચેકઅપ કરાવવા માટે કહે છે.

એટલે સમગ્ર સાયકલ ફરી ગઈ છે. કેમિકલવાળો ખોરક અને હરિફાઈ વાળી લાઈફથી બીમારીઓ વધી છે. કેટલાક લોકો પોતાની આસપાસ રહેલા લોકો પર નજર રાખી કેવી રીતે આગળ જવું એની નકામી કોશિશ કરે છે. પણ હું મારા જીવનનો દાખલો આપું કે, હું વગર હરિફાઈએ આ પોઝિશન પર છું. કેમિકલવાળા ખાતરથી પેદા થયેલું અનાજ આપણને ખૂબ જ નુકસાન કરે છે. વડાપ્રધાને પણ હવે ગાય આધારિત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. જેની મુહિમ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીએ ઉપાડી છે. રાસાયણિક ખેતીથી જમીન અને આપણું બંનેનું આરોગ્ય બગડે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW