HomeGujaratપિતા બહારગામ ગયાને પુત્રએ શેરબજારમાં 67 લાખ ડુબાડ્યા, યુવાનનો ફાસો ખાઈ આપઘાત

પિતા બહારગામ ગયાને પુત્રએ શેરબજારમાં 67 લાખ ડુબાડ્યા, યુવાનનો ફાસો ખાઈ આપઘાત

યુવાનોમાં શોર્ટકટથી નાણા કમાવવા માટે શેરબજારમાં નાણા રોકી રહ્યાં છે. ત્યારે શેરબજારમાં રૂપિયા 67 લાખ ગુમાવી દેતા યુવાને ફાસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.1માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.વ.25) નામના પટેલ યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉપરના રૂમમાં બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનો જમવા માટે પુત્રને બોલાવવા ગયા ત્યારે રોહિતને લટકતો નિહાળી હતપ્રભ થઈ ગયા હતા. 108ના ઈએમટી બળદેવભાએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. હિતેષભાઇ જોગડા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂપિયા 80 લાખ આવ્‍યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂપિયા 67 લાખ ઘરમાં રાખ્‍યા હતા.

પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્‍યારે રોહીતે 67 લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જોવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે શેરબજારમાં રોકાણ કર્યું છે. તેમ જણાવ્‍યુ હતું. બાદ તે થોડા સમયથી ટેન્‍શનમાં રહેતો હતો. બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્‍હોટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જોવા મળ્‍યા હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હીસાબ જોવા મળ્‍યો હતો. જેમાં યુવાન શેરબજારમાં 67 લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્‍યુ હતું. એકના એક પુત્રના આપઘાતથી રૈયાણી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW