HomeGujaratહળવદની ખાનગી હોસ્પિટલમાં મગજ વિનાના બાળકનો જન્મ થયો,ફોલિક એસીડની ખામીથી થઇ રેર...

હળવદની ખાનગી હોસ્પિટલમાં મગજ વિનાના બાળકનો જન્મ થયો,ફોલિક એસીડની ખામીથી થઇ રેર બીમારી

હળવદ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલા વિચિત્ર બાળકનો જન્મ થયો હતો જેમાં મગજ વગરના બાળકને પ્રસૂતાએ આપતાં કુતુહલ જણાયું હતું જેમાં તબીબના જણાવ્યા મુજબ બહેનો માટે ચેતવણી રૂપ કિસ્સો છે અને ફોલિક એસિડની કમીને કારણે આવું બાળક જન્મ થયો હોવાનુ જણાવ્યું હતું અને માતાએ સોનોગ્રાફી તેમજ દવાઓ દ્વારા નિયમિત મેડિકલ ચેકીંગ કરાવવું જોઈએ જેથી કરીને બાળકનો સંપૂર્ણ રીતે વિકાસ થઈ શકે.

હળવદ શહેરના બસ સ્ટેન્ડ રોડપર આવેલી પાર્થ હોસ્પિટલમાં દાખલ થયેલ મધ્યપ્રદેશની આદિવાસી શ્રમિક મહિલાને પુરા માસે મોડીરાત્રે બાળકનો જન્મ થયો હતો પરંતુ આ બાળકના શરીરમાં મગજનો વિકાસ જ ન થયો હોય બાળક અલ્પજીવી બની રહે તેવી આશંકા ડો.અંકિત માલમપરાએ વ્યક્ત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે માતાએ ફોલિક એસિડની ગોળીઓ લેવી જોઈએ. તેમજ નિયમિત રીતે તબીબોના સંપર્કમાં રહીને મેડિકલ ચેક અપ કરાવવું જોઈએ જેથી કરીને બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ જન્મ લે ત્યારે હળવદની ખાનગી હોસ્પિટલમાં વિચિત્ર બાળકે જન્મ લેતાં કુતૂહલ સર્જાયું હતું તો સાથે ડૉકટરે સગર્ભા માતાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો પણ જણાવ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW