HomeGujaratમોરબીના જેતપરને જોડતા આસપાસના ગામના રસ્તા તાત્કાલિક રીપેર કરવા માંગ

મોરબીના જેતપરને જોડતા આસપાસના ગામના રસ્તા તાત્કાલિક રીપેર કરવા માંગ

મોરબી તાલુકાનું જેતપર ગામ માળિયા અને મોરબી તાલુકના અનેક ગામ વચ્ચે સૌથી મોટું ગામ છે . જેતપર મોટું ગામ હોવાથી તે આજુબાજુ ના ગામો માટે એક ખરીદી નું સેન્ટર પણ છે. જેથી ભવિષ્યમાં જેતપર એક તાલુકા મથક બની શકે તેવું ગામ છે.આ ગામ ને આજુબાજુના ગામો સાથે જોડવું ખુબજ જરૂરી છે.આજુબાજુના ગામના લોકોને વારંવાર જેતપર જવાનું થતું હોય છે.હાલતમાં છે.પરંતુ આ જેતપરને આજુબાજુના ગામો સાથે જોડતા રસ્તાઓને અભાવ છે. અથવા તો રસ્તાઓ ખુબજ ખરાબ આ રસ્તાઓમાં જેતપરને ચકમપર સાથે જોડતો રસ્તો જે નવો અને પાકો બનાવવાની જરૂરત છે. તેમજ જેતપરને ગાળા ગામને જોડતો રસ્તો પણ પાકો બનાવવાની જરૂર છે. તેમજ જેતપર અણીયારી રોડ તો એટલો બિસ્માર છે કે સગર્ભા સ્ત્રીને જો તે રોડ પર કોઈ વાહનમાં મુસાફરી કરવામાં આવે તો હોસ્પિટલ ક્યારે પહોચે તે પણ એક સવાલ છે . આ ઉપરાંત જેતપર દેવળિયા પણ રીપેર કરવી જરૂરી છે. આમ જો આ રસ્તાઓ રીપેર કરવામાં આવે તો આજુબાજુ ના ગામલોકો ને પોતાની ખરીદી કરવા માટે જેતપર જવું સરળ રહે. તો અમારી માંગણી છે કે જેતપર ચકમપર રોડ, જેતપર ગાળા રોડ, જેતપર અણીયારી રોડ અને જેતપર – દેવળિયા રોડને જેને પાકો કરવાની જરૂર છે તેને પાકો અને જેને રીપેર કરવાની માંગણી કરવામાં આવી છે.આ બાબતે મોરબીના સામાજિક અગ્રણી કે ડી બાવરવાએ સીએમને આવેદન પત્ર પાઠવ્યુ હતું.જો આ ગ્રામ્ય વિસ્તારને જોડતા રોડ વહેલી તકે રીપેર નહી કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW