HomeGujaratમંત્રીએ 60 કિમીની રેન્જમાં 1 ટોલ પ્લાઝા હોવાનું કહ્યું, સૌરાષ્ટ્રમાં 35 કિમીમાં...

મંત્રીએ 60 કિમીની રેન્જમાં 1 ટોલ પ્લાઝા હોવાનું કહ્યું, સૌરાષ્ટ્રમાં 35 કિમીમાં બે ટોલનાકા

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું હતું કે, 60 કિકમીની રેન્જમાં એક ટોલ પ્લાઝા હોવો જોઈએ. પણ રાજકોટથી જેતપુર જતા 35 કિમીની રેન્જમાં 2 ટોલબુથ આવેલા છે. એ પણ નેશનલ હાઈવે ઓથોરિટીના.રાજકોટથી ગોંડલ જતા પહેલા ભરૂડી પાસે ટોલ પ્લાઝા છે. ગોંડલથી જેતપુર જતા વીરપુર પાસે પીઠડિયા નજીક પણ એક બીજું ટોલ પ્લાઝા છે. આ બંને વચ્ચે માત્ર 35 કિમીનું અંતર છે. નિયમ અને પરિપત્ર અનુસાર 60 કિમીના અંતરે 1 ટોલબુથ હોવું જોઈએ.

એટલે કેન્દ્રીય મંત્રી જે કહે છે એના કરતા વિપરીત સ્થિતિ ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પર છે. એટલે નિયમનો ભંગ ગુજરાતમાં થઈ રહ્યો છે. જેન કારણે રાહદારીઓમાં પણ એક પ્રકારનો રોષ છે. આ ટોલ પ્લાઝા બંધ કરાવવા માટે પણ માંગ ઊઠી છે. એક રાહદારી જયકરે કહ્યું હતું કે, રાજકોટથી જેતપુર વચ્ચે બે ટોલનાકા આવે છે. જે ખરેખર નિયમની વિરૂદ્ધ છે. એક ટોલ નાકે ટેક્સ કટ થાય એટલે કુલ 60થી 65 કિમી સુધીનો એનો એકનો વિસ્તાર હોય છે. પછી કેટલોક હાઈવે એમનેમ પણ હોય છે. પણ રાજકોટથી જેતપુર વચ્ચે એવું કંઈ નથી. બે ટોલ પ્લાઝા વચ્ચે 35 કિમીનું અંતર છે. સરકારે નિયમ જાહેર કર્યો કે, 60 કિમીના રેન્જમાં એક ટોલનાકું હોવું જોઈએ. પણ રાજકોટ જેતપુર વચ્ચે એવું છે નહીં. સરકાર, ધારાસભ્ય અને સાંસદને અપીલ છે કે, જે ટોલનાકું અત્યારે છે એમાં નિયમનું પાલન થાય છે કે નહીં એ તો તપાસો. અહીં એ જ ટોલ પ્લાઝા હોવો જોઈએ. જેમ છતાં લોકો તો બે વખત પથકર ભરે જ છે. જે માટે રૂ.250થી 300 આપવા પડે છે. કારણ કે એનું સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી કરે છે. આમ અહીં ટ્રાફિક પણ થતો હોવાને કારણે સમય અને પૈસા બંને બગડે છે. આ પ્રકારે બે ટોલ પ્લાઝાને કારણે લોકોના ખિસ્સા વધારે ખાલી થાય છે. ખાસ કરીને રાજકોટથી જૂનાગઢ જઈએ ત્યારે. નિયમની ઐસી કી તૈસી કરીને ટેક્સના નામે પૈસા ખંખેરાય છે.

પછી એ જ સરકાર દિલ્હીથી નિયમ જાહેર છે. પણ મુલ્યાંકનનો અભાવ છે. જ્યારે ટોલ નાકા પાસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સ્થાનિકો કહે છે કે, આ ટોલ ટેક્સ હોવો જ જોઈએ. લોકોના ખિસ્સાનો ભાર વધારે છે. વીરપુર પાસે આવેલા પીઠડિયા નાકાનો તો વિરોધ કરાયો હતો. સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી હતી. જો બંનેમાંથી એક ટોલ પ્લાઝા હટાવી દેવાય તો ખરેખર રાહત અને ફાયદો બંને થાય એમ છે. જોવાનું એ રહે છે કે, ભલભલા નિયમોને ઓગાળીને પી જતી નેશનલ હાઈવે ઓથોરિટી કેન્દ્રીય મંત્રીના આદેશનું પાલન કરે છે કે નહીં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW