HomeGujaratCentral Gujaratસરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં 28,212 શિક્ષકોની જગ્યા ખાલી,શું થશે શિક્ષણનું

સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં 28,212 શિક્ષકોની જગ્યા ખાલી,શું થશે શિક્ષણનું

ગુજરાત રાજ્યમાં શિક્ષણની સ્થિતિને લઈને અનેક વખત હકીકત ઉઘાડી પડી છે. આ વખતે વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ શિક્ષકોની ઘટને લઈને સવાલ કર્યા છે. જેના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે,રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલમાં 16318 શિક્ષકો અને 1028 આચાર્યની જગ્યાઓ ખાલી પડી છે. આ ઉપરાંત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની 730, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની 756 જગ્યાઓ ખાલી પડી છે.

આ ઉપરાંત ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 774, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં માધ્યમિક શિક્ષકની 2547, ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકની 3498 જગ્યા ખાલી પડી છે. જ્યારે 1775 આચાર્યની જગ્યા જુદી જુદી સ્કૂલમાં ખાલી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28,212 જગ્યા ખાલી પડી છે. એક બાજુ વિષય શિક્ષકોની ઘટ વર્તાય રહી છે તો બીજી બાજુ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓના ભણતર સામ જોખમ ઊભું થયું છે. તો મહીસાગર, વડોદરા અને મોરબી જિલ્લામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની એકપણ સરકારી કોલેજ નથી. આ વાસ્તવિકતા સરકારે સ્વીકારી છે. રાજ્યની કુલ 105 સરકારી કૉલેજમં ક્લાસ 1ની 16, ક્લાસ 2 ની 522, ક્લાસ 3ની 320 અને ક્લાસ 4 ની 220 એમ કુલ મળીને 1078 જગ્યાઓ ખાલી પડી છે. ગુજરાત રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ષ-2020માં ક્લાસ-1ની 296 જગ્‍યાઓ ખાલી પડી હતી, એમાં વધારો થઈને હાલમાં 300 જગ્‍યાઓ ખાલી છે. વર્ષ-2020માં ક્લાસ-3ની 278 જગ્‍યાઓ ખાલી હતી તેમાં વધારો થતા 298 જગ્‍યાઓ હાલમાં ખાલી છે. ગુજરાતમાં કુલ 285 ગ્રાન્ટેડ, આર્ટસ, કોમર્સ અને સાયન્સની કૉલેજ આવેલી છે. જેમાં આચાર્યની 133, અધ્યાપકની 2177 પીટીઆઈની 167, ગ્રંથપાલની 224, ક્લાસ-3ની 1851, ક્લાસ-4ની 2351 જગ્યાઓ ખાલી છે. આકડાંનું વિશ્લેષણ કરીએ તો ભરેલી જગ્યાઓ કરતા બમણી જગ્યાઓ ખાલી પડી છે.

ક્યા પદ પર કેટલી જગ્યા ખાલી
ગ્રાન્‍ટેડ કોલેજોમાં આચાર્ય, અધ્‍યાપક, પીટીઆઈ, ગ્રંથપાલ અને ક્લાસ-3 અને 4ની 4,552 ખાલી
આચાર્યની 206 ભરાયેલી જગ્યાની સામે 133 ખાલી, પીટીઆઈની 170 ભરાયેલી જગ્યાની સામે 167 ખાલી,
ક્લાસ-4ની 832 ભરાયેલની સામે 2351 જગ્‍યાઓ ખાલી
વર્ગ-1ની 16 જગ્યા ખાલી, વર્ગ-2ની 522 જગ્યાઓ ખાલી, વર્ગ-3ની 320 જગ્યાઓ ખાલી, વર્ગ-4ની 220 જગ્યાઓ ખાલી

કયા હોદ્દાઓ પર કેટલી જગ્યા
આચાર્ય 133
અધ્યાપક 2177
પીટીઆઇ 167
ગ્રંથપાલ 224
વર્ગ-3 1851
વર્ગ-4 2351

સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું ચિત્ર
પ્રાથમિક શિક્ષકની સરકારી શાળામાં 16,318 જગ્યાઓ ખાલી જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલમાં 774 જગ્યાઓ ખાલી, માધ્યમિક શિક્ષકની સરકારી શાળામાં કુલ 730જગ્યા શિક્ષકો માટે ખાલી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં 2547 જગ્યાઓ ખાલી, ઉ.માધ્યમિક શિક્ષકની સરકારી શાળામાં કુલ 756 શિક્ષકોની ઘટ, જ્યારે ગ્રાન્ટેડ સ્કૂલમાં 3498 શિક્ષકોની ઘટ, ઉ.મા.માં આચાર્યની 786 જગ્યાઓ ખાલી જયારે ગ્રાન્ટેડમાં 1775 જગ્યાઓ ખાલી પડી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW