HomeGujaratCentral Gujaratગેની ઠાકોરની જનતા રેડ મુદ્દે અલ્પેશ ઠાકોરે કહ્યું છોકરાને ખોટી રીતે ફસાવાયા

ગેની ઠાકોરની જનતા રેડ મુદ્દે અલ્પેશ ઠાકોરે કહ્યું છોકરાને ખોટી રીતે ફસાવાયા

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક પિકઅપ વાનમાં દારૂ લઈને આવતા વાહન પર જનતા રેડ કરી હતી. જોકે, એ પછી ઊલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવો ઘાટ સામે આવ્યો છે. ચાલકે કુલ 15 જેટલા લોકો સામે પોતાના અપહરણની ફરિયાદ નોંધાવતા મામલો રાજકીય રીતે ગરમાતો જાય છે. હવે ઠાકોર સમાજ આગેવાન અલ્પેશ ઠાકોરે આ અંગે પ્રતિક્રિયા આપી દીધી છે. તેમણે કહ્યું કે, છેલ્લા દસ વર્ષમાં વારંવાર કહ્યું છે કે, પહેલા પણ મારા યુવાનોને ખોટી રીતે ફસાવવાનો પ્રયત્ન થયો છે.

ક્યાંક એમને બુટલેગર સાથે ઘર્ષણમાં ઉતારવાનો પ્રયાસ થયો છે. અમે આનો પહેલા જ આદેશ કર્યો હતો કે કોઈએ આવી રીતે જનતા રેડમાં જોડાવું નહીં. આજે પણ હું ના પાડું છું કે, જનતા રેડ ન કરવી. જ્યાં પણ આવા અડ્ડા ચાલે છે. ત્યાંના ફોટા પાડી લો, વીડિયો કરાને મોકલવાો. અમે જવાબ માંગવા માટે બેઠા છીએ. આ જિલ્લાની વાત નથી. ગુજરાતમાં જ્યાં પણ આવું ચાલતું હોય ત્યાંથી અમને આવી માહિતી આપો. પણ બનાસકાંઠાના SPએ અમને બાંહેધરી આપી છે કે સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ આવું હવે નહીં થાય. ક્યાંય દારૂ વેચવાની પ્રવૃતિઓ નહીં થાય. જે કંઈ બન્યું છે એ બધું રાતના અંધારામાં બન્યું છે. એની પણ તટસ્થ તપાસ કરીશું. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લઈશું. કોઈ નિર્દોષ યુવાનોને અમે દંડવાનો પ્રયાસ નહીં કરીએ. આ કોઈ રાજકીય લોકોની વાત નથી. મારા એક આદેશ પર મારા યુવાનો આવા અડ્ડાઓ પર રેડ કરી શકે છે. પણ મારો પ્રયાસ મારા યુવાનોને વ્યસ્ન મુક્ત કરવાનો છે. આ સમાજ વ્યસ્ન મુક્ત થાય. સમાજમાં આ દુષણ ન આવે એવો પ્રયાસ છે.

એ માટે હું જનતા રેડ કરીને તોફાનો કરવા માટે યુવાનોને ન ધકેલી શકું. પ્રયાસ એમને વ્યસ્ન મુક્ત કરવાનો છે. શિક્ષિત અને સમૃદ્ધ બની જાય. હું નથી ઈચ્છતો કે એની ગણતરી તોફાની તત્વો તરીકે થાય, આ યુવાનો સમાજના શ્રેષ્ઠીઓ બન્યા છે. તેઓ બીજા સમાજના પ્રિય બન્યા છે. જે ગુજરાત અને દેશની ચિંતા કરી રહ્યા છે. યુવાનોનો રાજકીય રીતે ઉપયોગ થવા નહીં દઉં બુટલેગર અને અમારા સમાજના બે યુવાનો પર કેસ થયા છે. આ તમામ બાબતમાં ન્યાય મળે એ વાત કરવા માટે આવ્યો છું. એ પણ વાત કરી છે કે, અન્ય કોઈ યુવાનો પર આવી રીતે કોઈ કેસ ન થાય. જે યુવાનો પર આરોપ લાગ્યા છે એમની નિષ્પક્ષ તપાસ થાય. આ કોઈના બાપનું ગુજરાત નથી. આ ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે. બુટલેગરને કોઈ સમર્થન આપવા માગતું હોય તો એ ચલાવી નહીં લેવાય. વિનું સંઘી બનાસકાઠા બોર્ડરનો ઉપયોગ ન કરી જાય એનું ખાસ ધ્યાન રખાશે. પોલીસે પણ એમના પ્રયાસ કર્યા છે. છેલ્લા દસ વર્ષથી આ અભિયાન શરૂ કર્યું છે. પણ આ પહેલા આવો બનાવ નથી બન્યો. પહેલી વખત આવું બન્યુ એટલે તપાસનો વિષય તો છે જ. કોઈ રાજકીય લોકોનો હાથો યુવાનો ન બને. રાજકીય ષડયંત્રનો ભાગ યુવાનો ન બને. કેટલા અડ્ડા બંધ થયા એની ગણતરી કરી નથી. પણ જે યુવાનો વ્યસ્નમુક્ત થયા છે એને કોઈ ષડયંત્રનો ભોગ ન બનવા દઈ શકીએ. યુવાનોની પડખે રહેવું એ મારી જવાબદારી છે. પણ યુવાનોને ખોટી રીતે ફસાવી જાય એવું હું કદી નહીં થવા દઉં

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW