HomeGujaratહોસ્પિટલમાં રેગિંગઃ બે જુ.રેસિડેન્ટ તબીબને અડધો કલાક દોડાવ્યા, તપાસના આદેશ

હોસ્પિટલમાં રેગિંગઃ બે જુ.રેસિડેન્ટ તબીબને અડધો કલાક દોડાવ્યા, તપાસના આદેશ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાંથી રેગિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે. ઓર્થોપેડિક વિભાગના સિનિયર તબીબે જુ. રેસિડેન્ટ ડૉક્ટરને અડધો કલાક સુધી દોડાવ્યા હતા. આ બે તબીબો દોડી રહ્યા હોય એવો વીડિયો વાયરલ થતો HOD સુધી જતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બીજી બાજું સિનિયર ડૉક્ટરે આ એની ટ્રેનિંગ હોવાનું કહ્યું છે.

સુરતની સિવિલ હોસ્પિટલ સ્મિમેરના કેઝ્યુલિટી વિભાગની બહાર શનિવારે રાત્રે 10થી 11 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી. એવું સુત્રોએ જણાવ્યું છે. તેમણે એવું પણ ઉમેર્યું કે, એક ડોક્ટર કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક સુધી બે તબીબ દોડી રહ્યા હતા. આવા આશ્ચર્ય વચ્ચે સિનિયર ડોક્ટરે આને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવી દીધું છે. એટલે પ્રશ્ન એ થાય છે કે, શું આવું તબીબી તાલિમ અંતર્ગત આવે ખરા? કોલેજના ડીન ડો દીપક હોવલેએ કહ્યું હતું કે આ ખોટું છે. આ મામલે ઈન્કવાયરી કરાશે. તપાસ કમિટીમાં પાંચ વિભાગના વડાઓને લેવાયા છે. એનોટોનીક વિભાગ, ફોરેન્સિક મેડિસિન, રેડિયોલોજી, સાયક્રેટીક અને સર્જરી વિભાગના વડાઓ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. સવારે જ તમામ વિભાગોના વડા સાથે આ કેસને લઈને વિસ્તૃત બેઠક પણ કરવામાં આવી હતી. આ કેસ સાથે સંબંધીત ડોક્ટર્સ અને આ ઘટના જોનારા કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જે રીતે એમને દોડાવવામાં આવ્યા છે તે રીતે આવી તો કોઈ ટ્રેનિંગનો ભાગ ક્યારેય ન હોઈ શકે. આ તો કોઈ સજાના ભાગરૂપે થતું હોય એવું લાગી રહ્યું છે.

તેમની સાથે રેગિંગના હેતુથી તેમને હેરાન કરવાની માનસિકતા સાથે દોડાવવામાં આવ્યા હોય તો આ ખોટી વસ્તું છે. આવું ન થવું જોઈએ.અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. તપાસ કર્યા બાદ એનો રિપોર્ટ તૈયાર કરી યોગ્ય પગલાં લેવાશે. એક રેસિડેન્ટ ડોક્ટરને દોડતા આવતા જોઈ ત્યાં આવતાં-જતાં લોકો આશ્રર્યમાં પડી ગયા હતા. તાત્કાલિક સારવાર વિભાગની બહાર દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર એટીએમ સામે બાંકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો. ફરી દોડવા માંડતો હતો. જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. પછી તબીબ હાંફી ગયો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW