મોરબી શહેરમાં લાંબા સમયથી સફાઈ કામગીરી બાબતમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયદ ઉઠી હતી.ખાસ કરીને અલગ અલગ સ્થળેથી કચરા ઉઠાવવાકે ડોર ટુ ડોર કચરો લેવામાં અનેક ફરિયાદ ઉઠતી હોવાથી તાજેતરમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ અલગ અલગ વિસ્તારમાં નિરીક્ષણ કરતા એજન્સી અલગ અલગ 20થી વધુ વિસ્તારમાં નિયમિત સફાઈ ન કરતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ એજન્સીને રૂ 2 લાખનો દંડ ફટકારી કામગીરી સુધારવા તાકિદ કરી હતી જોકે કામગીરીમાં કોઈ સુધારો ન સામે આવતા અંતે ચીફ ઓફિસરે અમદાવાદની શ્રીજી એજન્સીનો સફાઈ કોન્ટ્રકટ રદ કરી દીધો છે આ અંગે તેને લેખિત આદેશ કરી આગામી 2 દિવસમાં પાલિકાના સાધનો જે સ્થિતિમાં આપેલ હતા તે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં પરત કરવા આદેશ કર્યો છે. પાલિકા દ્વારા આ એજન્સીને 03 -05-2018માં ટેન્ડર પ્રકિયા થકી કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાકટ 30 એપ્રિલ 2021માં પૂર્ણ થતા 30 એપ્રિલ 2022 સુધી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો જોકે એજન્સીની કામગીરી બાબતે ઉઠેલી ફરિયાદ બાદ પાલિકા આ કોન્ટ્રાકટ રદ કરી દીધો હોવાનુ સામે આવ્યું છે આગામી દિવસોમાં ખુદ પાલિકા દ્વારા જ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી કરશે

