HomeGujaratનરેશ પટેલે આપ્યું મોટું નિવેદન, કહ્યુ મારે દરરોજ પાટીલ સાહેબ સાથે વાત...

નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન, કહ્યુ મારે દરરોજ પાટીલ સાહેબ સાથે વાત થાય છે

છેલ્લા થોડા દિવસોથી નરેશ પટેલ રાજકીય લોબીમાં એન્ટ્રી કરવાના છે એ વાતને લઈને દિવસે દિવસે નવા નવા અપડેટ્સ મળી રહ્યા છે. એવામાં હવે નરેશ પટેલે પોતે આ અંગે મહત્ત્વનો ખુલાસો કરી દીધો છે. નરેશ પટેલે રાજકોટમાંથી જણાવ્યું હતું કે, આ અંગે કોઈ નિશ્ચિત તારીખ આપી ન શકાય, થોડા દિવસ પહેલા પણ મેં કહ્યું હતું કે, આ એક મોટો નિર્ણય છે. અઘરો નિર્ણય છે. મીડિયા સહિત સમાજના આગેવાનો પૂછતા હોય છે. અમારો સમાજ ખૂબ જ મોટો છે.

તમે દસ લોકોને પૂછી લો એટલે સમાજનું કામ પૂરુ થતું નથી. મારે નિયમિત પણે પાટિલ સાહેબ સાથે વાતચીત થાય છે. એમને પણ મારી સાથે વાત કરી છે. અરવિંદ કેજરીવાલ સાથે હમણા કોઈ વાતચીત થઈ નથી. સમયની રાહ જુઓ, ખ્યાલ આવી જશે કે હું કઈ પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. માત્ર ભાજપ જ નહીં મીડિયાના ઘણા માણસો પ્રેમ આપી રહ્યા છે. સમય આવ્યે તમારી સાથે વધારે વાતચીત કરીશે. આભાર. જોકે, નરેશ પટેલને લઈને ઘણી રાજકીય પાર્ટીઓ મોટી આશા બાંધીને બેઠી છે. ખાસ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ધૂળેટીના પર્વ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એમના નિર્ણય સંબંધીત મહત્ત્વના સંકેત આપી દીધા હતા. પણ હવે જોવાનું એ રહે છે કે, તેઓ કઈ પાર્ટીમાંથી રાજકીય રીતે સક્રિય થઈ રહ્યા છે. વાવડ એવા પણ સામે આવ્યા છે કે, ઉત્તર ગુજરાતના કેટલાક પાટીદાર સમાજના આગેવાનોએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં પાસ અને પાટીદાર સમાજના આગેવાનો પણ હતા. પાસના કન્વીનર ગીતા પટેલે કહ્યું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય એવી અમારી ઈચ્છા છે.

પણ નરેશ પટેલે એવી કોઈ ચોખવટ નથી કરી કે, તેઓ કઈ પાર્ટીમાં આવી રહ્યા છે. માત્ર એ વાત સામે આવી છે કે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે નિયમિતપણ વાતચીત થઈ રહી છે. ગીતા પટેલે ત્યાં સુધી કહ્યું કે, તેઓ ગમે તે પક્ષમાં જાય એ એનો નિર્ણય હોઈ શકે છે. પણ રાજકીય કરિયર શરૂ કરે એમાં અમારી શુભેચ્છાઓ છે. સરકારે પાટીદાર સામે થયેલા કેસ પાછા ખેંચવાની વાત કરી હતી પણ હજું સુધી એમાંથી એક પણ કેસ પાછો ખેંચાયો નથી. સમાજ માટેની લડાઈમાં સામા પક્ષે રહીને લડવું પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW