HomeGujaratમોરબી સીવીલ હોસ્પી.ના સ્ટાફ ક્વાર્ટરમાં તસ્કરોના ધામા, 3 ક્વાર્ટરના તાળાં તૂટ્યા

મોરબી સીવીલ હોસ્પી.ના સ્ટાફ ક્વાર્ટરમાં તસ્કરોના ધામા, 3 ક્વાર્ટરના તાળાં તૂટ્યા

મોરબી સીવીલ હોસ્પિટલમાં આવરા તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે અવારનવાર સીવીલ હોસ્પિટલમાં તેમજ કંપાઉન્ડમાં દારૂ પીને ઝઘડા કરવા અને ગાળો બોલવાની ઘટના બનતી રહે છે ક્યારેક સ્ટાફ સાથે પણ ઝઘડા થતા રહે છે જોકે હવે વધુ એક ઘટના પણ ઉમેરાઈ છે જેમાં સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા સ્ટાફના ક્વાર્ટરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક સાથે 3 ક્વાર્ટરના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તસ્કરોના હાથમાં કોઈ મોટો મુદામાલ હાથમાં આવ્યો ન હતો પરંતુ એક મહિલા સ્ટાફનો મોબાઈલ ચોરી કરી લઈ ગયા હતા. મોરબી સીવીલ હોસ્પિટલમાં સીવીલ પોલીસ ચોકી તો આવેલ છે પણ અહીં સ્ટાફ માત્ર એમએલસીની કામગીરીમાંથી નવરી ન થતી હોય તેમ લાગે છે.ઘણીવાર રાત્રીમાં સમયે સ્ટાફ જ તાળું મારી નીકળી જતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડા સીવીલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ સ્ટાફની સુરક્ષાને ધ્યાને લઇ વધુ સ્ટાફ ફાળવણી કરે તેવી માગણી ઉઠી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW