HomeGujaratક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં 6 રાઉન્ડ ફાયરિંગનો કેસ, ઉપલી કોર્ટે આપ્યો આ...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં 6 રાઉન્ડ ફાયરિંગનો કેસ, ઉપલી કોર્ટે આપ્યો આ ચુકાદો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટની સીઝન્સ હોટલમાં યોજાયા હતા. લગ્નમાં વરઘોડોમાં રવિન્દ્ર જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહ જાડેજાએ હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અંગે ક્રિપાલસિંહ વિરૂદ્ધ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સમગ્ર કેસમાં ઉપલી કોર્ટે ક્રિપાલસિંહને નિર્દોષ જાહેર કર્યાં છે. નીચલી કોર્ટનો ચુકાદો ઉપલી કોર્ટે પણ માન્ય રાખ્યો છે.

17 એપ્રિલ 2016ના રોજ રવિન્દ્ર જાડેજાના સીઝન્સ હોટલમાં લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ફૂલેકામાં જોશમાં આવી જાડેજાના કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગે ભારે વિવાદ સર્જ્યો હતો. આ અંગેની પોલીસ ફરિયાદ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આનો ગોંડલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ત્યારે આજે આ કેસનો ચુકાદો આવ્યો હતો.

લગ્નમાં ફાયરિંગ કરનાર ક્રિપાલસિંહ જામનગરના હાડાટોડા ગામમાં રહે છે અને ખેતીવાડી ધરાવે છે. જામનગર કલેક્ટર તરફથી 3 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2016 સુધીના હથિયાર પરવાનાવાળી રિવોલ્વર ધરાવે છે. પરવાનાવાળી રિવોલ્વરમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું. જેના આધારે ગુનો નોંધાયો હતો. 17 એપ્રિલના રોજ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સીઝન્સ હોટલમાં જાડેજા અને રીવાબાના લગ્ન યોજાયા હતા. ફૂલેકા વખતે ઉત્સાહમાં આવી કૌટુંબિક કાકા ક્રિપાલસિંહે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. આ સમયે જાડેજા સાવ નજીક હતો. પરંતુ કોઇ અઇચ્છનિય ઘટના બનવા પામી નહોતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW