ગાંધીનગર જિલ્લામાં ગૌચરની જમીનમાં હેતુફેર થયો હોવાની વિગત સામે આવી છે. આ હેતુફેર કરવામાં આવ્યો હોવાનું ગુજરાત વિધાનસભામાં ખુદ ગુજરાત સરકારે સ્વીકાર્યું છે. ગુજરાત વિધાનસભામાં દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મહેસુલમંત્રીને ગૌચરની જમીનના હેતુફેર બદલ પ્રશ્નો કર્યા હતા. જેમાં સરકારે આ ચોંકાવનારી સ્વીકૃતિ રજૂ કરી દીધી છે. નૌશાદ સોલંકીએ પ્રશ્ન કર્યો હતો કે. તા.31 ડીસેમ્બર 2021ના રોજા અદાણી તરફથી બનાવવામાં આવેલા અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ હવે S.G. હાઈવે, વૈષ્ણોદેવી સર્કલ પાસે અમદાવાદ અને ગાંધીનગ જિલ્લાની ગૌચરની જમીન નિયમિત કરવા દરખાસ્ત ક્યારે ક્લેક્ટરને મળી?
આ દરખાસ્ત અનુસાર કેટલી જમીન હેતુંફેર કરવામાં આવી હતી આ અંગે ગુજરાત સરકારે કહ્યું કે, આ માટેની અરજીમાં અમદાવાદમાં તા.18 માર્ચ 2010ના રોજ અને ગાંધીનગરમાં તા. 22 એપ્રિલ 2010ના રોજ દરખાસ્ત થઈ હતી. પછી અમદાવાદમાં ગૌચરની 29847 ચોરસ મીટર અને ગાંધીનગરમાં ગૌચરની 63132 મીટર જમીનનો હેતુંફેર થઈ ગયો. કુલ મળીને 92979 ચોરસ મીટર જમીન અદાણી જુથને ટાઉનશીપ માટે આપી દેવામાં આવી હતી. જોકે, હકીકત એવી પણ છે કે, હાલ જે અદાણી શાંતિગ્રામ છે એ હકીકતમાં ગૌચરની જમીન છે. અદાણી ગ્રૂપને અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ 92979 ચોરસ મીટરની જમીન ગૌચર જમીન તરીકે હેતુંફેર કરીને પી દેવામાં આવી છે. જોકે, હકીકત એવી પણ છે કે, અદાણી ગ્રૂપ ગુજરાતમાંથી માલામાલ થયું છે. 27 વર્ષના ભાજપના શાસનમાં તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ થઈ ગયા છે. એવું કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વિધાનસભામાં કહ્યું છે. જેમ કોંગ્રેસના વખતમાં જામનગરમાં બ્રાંસપાર્ટ, રાજકોટમાં મશીનરી અને પમ્પ ઉદ્યોગ, મોરબીમાં સિરામિક, વડોદરા-વાપીના ગોલ્ડન કોરિડોરમાં કેમિકલ અને ફાર્મા ઉદ્યોગનો વિકાસ થયો હતો.

એવી રીતે હવે કોઈ એક કંપની ઉપર નહીં પણ સરકારે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જોકે, હકીકત એવી પણ છે કે, ગૃહમાં કેટલાક સભ્યો મસ્ત ઊંઘ ખેંચતા હતા. ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા પોતાની સીટ પર મસ્ત ઊંઘી ગયા હતા. જાણે ફરજિયાત પણે પક્ષના દબાણથી ગૃહમાં આવ્યા હોય એવો ઘાટ હતો. એ સમયે ત્યાંથી પસાર થતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એમનો ખભો પકડીને હચમચાવ્યા હતા. ખરેખર તો અરૂણસિંહ રાણાને ખબર જ ન પડી કે, ખરેખર વિષય શું ચાલે છે. આસપાસ બેઠેલા ધારાસભ્યોએ એમની જોરદાર મજાક કરી હતી.

