વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની મૌસમ ખીલે છે. જેમાં ધડાધડ ધારાસભ્યોથી લઈને સભ્યોના રાજીનામા પક્ષમાંથી પડે છે. આવી જ એક રાજકીય લોબીમાં ખળભળાટ મચાવનારી ઘટના સૌરાષ્ટ્રના બોટાદમાંથી સામે આવી રહી છે. ભાજપ શાસિત બોટાદ નગરપાલિકામાંથી એક સાથે 22 સભ્યોએ રાજીનામું આપી દેતા રાજકીય લોબીમાં ખળભળાટ મચી ગયો છે.
બોટાદ નગરપાલિકામાંથી જુદી જુદી સમિતિ અને ચેરમેને નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરને રાજીનામા આપી દીધા છે. જેના કારણે બોટાદ ભાજપમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બોટાદમાં આવેલી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. ભાજપ સત્તા પર છે. જે સમિતિમાંથી રાજીનામા પડ્યા છે એમાં સમાજ કલ્યાણ સમિતિ, ગટર સમિતિ, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની જુદી જુદી કુલ 22 સમિતિના સભ્યોએ લેખિતમાં રાજીનામા આપી દીધા છે. ભાજપના સભ્યોએ એવા આક્ષેપ કર્યા છે કે, નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અને ઉપ પ્રમુખની મનમાની અને ભ્રષ્ટાચાર થાય છે. હવે આવનારા દિવસોમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યો રાજીનામા આપી દે એવી પૂરી શક્યતાઓ સેવાય રહી છે. જોકે, આ સભ્યોએ માંગ પણ કરી છે કે, તેઓ રાજીનામું આપી દે. એકબાજું કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યા છે. કોંગ્રેસના મોટાનેતા કહેવાતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા છે. જેના કારણે કોંગ્રેસ તૂટી છે. જ્યારે બોટાદમાંથી ભાજપના સભ્યોએ રાજીનામું આપી દેતા ભાજપમાં ભંગાણ થયું છે
ચૂંટણી નજીક આવતા ફરી પક્ષપલટા અને રાજીનામાની મૌસમ ખીલે તો નવાઈ નહીં. કારણ કે, આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. એટલે રાજ્યમાં કેટલીક જગ્યાએ ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. જોકે, આમ આદમી પાર્ટીની મજબુતી સુરતમાં વધારો હોવાનું હાલ મનાય રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં મજબુત થઈ રહ્યો છે. દરરોજ બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જોકે, ભાજપમાંથી આ સંખ્યામાં રાજીનામા પડતા આવનારા દિવસોમાં કોઈ મોટાનેતાની યુદ્ધના ધોરણે મુલાકાત ગોઠવાય એવું અપેક્ષિત છે.

