HomeGujaratખજૂરભાઈના ઘરેથી તસ્કરો એલઈડી ટીવી ચોરી ગયા

ખજૂરભાઈના ઘરેથી તસ્કરો એલઈડી ટીવી ચોરી ગયા

બારડોલીના બાબેનમાં રહેતા કોમિડિયન તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર નીતિન જાની એટલે કે ખજુરભાઈના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. તસ્કરોએ ઘરમાં કાંઈ જ હાથ નહીં લાગતા એલઈડી ટીવી ચોરી કરીને લઈને ગયા છે. આ સમગ્ર બનાવથી ખજુરભાઈના પ્રસંશકોએ તસ્કરો ઉપર ફીટકાર વર્ષાવી છે.

યુ ટ્યુબ ચેલન પર જીગલી ખજુરની ચેનલના લાખો પ્રસંશક છે. આ ચેનલ ચલાવનાર નીતિન જાની એટલે ખજુરભાઈ જેઓ કોમેડી કરી લોકોના હ્યદયમાં સ્થાન તો પ્રાપ્ત કર્યું છે. સાથે સાથે સમાજ સેવા કરીને પણ લોકોના દીલી જીતી લીધા છે. ટાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાય હતી. લોકોને કપરી પરિસ્થિતિમાં જોઈ તેઓ ખુદ તેમની ટીમ ગામડે ગામડે મદદે પહોંચી ગયા હતાં. હજારો જરૂરિયાતમંદ લોકોને કપરા સમયમાં મદદ કરી છે. તેઓ ગુજરાતના સનુ સુદ તરીકે જાણીતા થયા છે.

બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની (ખજુરભાઈ)નું ઘર આવેલ છે. જે ઘર છેલ્લા ઘણા સમયથી બંધ રહે છે. ગત થોડા દિવસો અગાઉ તેમના બંઘ ઘરના મનકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કર્યો હતો. તેમજ ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ઘરમાં મુકેલ એલઈડી ટીવી ચોરી ગયા હતાં. ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકોને થતાં તેમણે ફીટકાર વર્ષાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW