HomeGujaratમોરબીમાં બુધવારથી 12થી 14 વયના બાળકોને વેક્સીન અભિયાન થશે પ્રાંરભ,42 570 બાળકો...

મોરબીમાં બુધવારથી 12થી 14 વયના બાળકોને વેક્સીન અભિયાન થશે પ્રાંરભ,42 570 બાળકો વેક્સીન પાત્ર

કોરોના મહામારી સામે તમામ નાગરિકોને રક્ષણ મળે તે માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તાજેતરમાં કેન્દ્ર સરકારની સરકારની જાહેરાત બાદ રાજય સરકાર દ્વારા 12થી 14 વર્ષના ધરાવતા બાળકોને કોરોના વેક્સીન આપવા આયોજન કરાયું છે.

મોરબી જીલ્લામાં પણ તા.16 માર્ચ 2022 બુધવારથી થી 12થી 14 વર્ષ સુધીની ઉંમરમાં આવતા બાળકને કોરોના વેક્સીન આપવાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા મોરબી તાલુકામાં કુલ 17946 માળીયા તાલુકામાં 3111, વાકાનેર તાલુકામા 9992 ટંકારા તાલુકામાં 5257, તથા હળવદ તાલુકામાં 6264 મળી જીલ્લાના બ કુલ 42,570 બાળકોને ચોરીના વૈકસીન આપવામાં આયોજન કરવામાં આવ્યુ છે છે સ્કૂલોમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો અભ્યાસ કરે છે તે દરેક સ્કૂલોમાં જ રસીકરણ સેશનનું આયોજન કરી રસીકરણ કરવામાં આવી રહ્યું છે

કોરોના રસીકરણ માટે વિધાર્થીવિધાર્થીની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ અથવા સ્થળ પર ઓનસાઇટ રજીસ્ટ્રેશન કરાવીને રસી મેળવી શકશે. શાળા માં અભ્યાસ ન કરતા હોય તેવા 12 થી 14 વર્ષ ના બાળકો નજીકની આરોગ્ય સંસ્થા ના કોર્બીવેક્સ રસીકરણ સેશનમાં રસી મેળવી શકશે.

તેમજ અગાઉ 60 વર્ષ થી વધુ વયના કોમોર્બીડીટી ધરાવતા નાગરીકોને જ પ્રીકોશન ડોઝ આપવામાં આવતો હતો. તા. 16 ,માર્ચ થી 60 વર્ષથી વધુ વયના તમામ નાગરીકો વોન ડોઝ લઇ શકશે.
16 માર્ચ-2022.થી 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા છાત્રો.અને છાત્રાઓ પોતાની સ્કૂલમાં કોરોના રસીકરણ સેશનના સમયે હાજર રહેવા અને કોરોના રસીકરણ કરવી કોરોના સામે રક્ષણ મેળવવા
મોરબી જીલ્લાના તમામ વિધાર્મવિધાર્થીનીઓ તેમજ તમામ જાગૃત વાલીઓને મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન હીરાભાઈ ટમારિયા તથા ડો. જે.એમ.કતીરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી તેમજ ડી વિપુલ કારોલીયા જિલ્લા આરસી એચ અધીકારીએ અપીલ કરી છે.

તસ્વીર :પ્રતીકાત્મક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW