ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશના મહમંત્રી આર.કે.પટેલે મુખ્યમંત્રીને વીજ પુરવઠા મામલે એક મોટો પત્ર લખ્યો છે. જેમા તેમણે એવી ચોખવટ કરી છે કે, જો વીજળી આપવામાં નહીં આવે તો ગુજરાતભરના ખેડૂતો આંદોલન કરશે. આ રીતની ચિમકી ઉચ્ચારી છે. તા.19 માર્ચના રોજ બિલદાન દિવસ પ્રસંગે જો ખેડૂતોના આ મામલાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રસ્તા પર ઊતરી આવશે.
ભારતીય કિસાન સંઘ તરફથી ખેડૂતો માટે સમાન સિંચાઈ દરથી વીજળી મળી રહે એ માટે વીજમીટર પ્રથાને મરજિયાત કરવા માટે અપીલ કરવામાં આવી છે. તેમ છતાં આજ દિવસ સુઝી આ અંગેનો કોઈ નીવેડો આવ્યો નથી. ખેડૂતોને પડતા પર પાટુ સમાન આ અનિયમિત અને ઓછો વીજ પુરવઠો મળી રહ્યો છે. આ સ્થિતિ ખેડૂતો માટે આકરી પુરવાર થઈ રહી છે. એક બાજું પાક ઊભા થાય છે ત્યારે વીજળીની અનિયમિતતાને કારણે ભોગવવાનો વારો ખેડૂતોનો આવે છે. એક માત્ર આવકનું સાધન એવી ખેતીમાં વીજળીને લઈ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જેના કારણે અંતે પાક સુકાઈ રહ્યો છે.

આ વેદના સહન કરી શકાય એમ નથી. આ પહેલા પણ સરકાર તરફથી અનિયમિત વીજ પુરવઠો અને મીટર પ્રથાને કારણે ગુજરાતમાં કેટલાક ખેડૂતોનો ભોગ લેવાયો હતો. આવનાર તા.19 માર્ચ ભારતીય કિસાન સંઘના બલિદાન દિવસ તરીકે ઉજવશે. જે તે વખતના કાર્યકર્તાઓને પૂછવું જોઈએ કે, આ પ્રકારના બિલદાનની કિંમત શું છે. ખેડૂતોને આપવામાં આવાત વીજ પુરવઠાને નિયમિત કરવો.ગુજરાતના ખેડૂતોને મીટરપ્રથામાંથી મુક્તિ આપો. જે ખરા અર્થમાં બલિદાન આપી ગયેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલી રહેશે. આ માંગ સંતોષાય એવી ખેડૂત વર્ગ અપેક્ષા રાખે છે. એક બાજું કોલસા અને નેચરલ ગેસના ભાવમાં વધારો થયો છે. વિંડ પાવરથી પેદા થતી વીજળીમાં પણ ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં માત્ર ખેડૂત જ દંડાય છે. એવું કેમ?
નર્મદા સહિત કેટલાક બંધમાં પાણીનો પૂરતો જથ્થો છે. જેની સમિક્ષા કરી હાલની સીઝનમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે. આમ પણ પાકની સીઝન મોડી ચાલી રહી છે. તા.15 માર્ચથી ખેતી માટે જે પાણીનો જથ્થો બંધ કરાતો હતો એ સમયમર્યાદા પણ લંબાવી દેવી જોઈએ. આ સિવાય કચ્છમાં પણ વધારાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માંગ કરવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતભરના ખેડૂતો રસ્તે ઊતરશે અને આંદોલન કરશે.

