HomeGujaratતાપ સહન કરવા તૈયાર થઈ જાવ, ઉનાળાની શરૂઆતમાં જ યલો એલર્ટ, આ...

તાપ સહન કરવા તૈયાર થઈ જાવ, ઉનાળાની શરૂઆતમાં જ યલો એલર્ટ, આ શહેર ધગધગશે

છેલ્લા ત્રણ દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી સાથે ધુમ્મસ જોવા મળે છે તો બપોરના સમયે પંખા ચાલું કરવા પડે એવી સ્થિતિ છે. પણ હવામાન ખાતાની મહત્ત્વની આગાહી અનુસાર આગામી દિવસોમાં આકરો તાપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતેનો ઉનાળો આકરો રહેવાની પૂરી શક્યતાઓ છે. એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.માર્ચ મહિનાની શરૂઆત છે ત્યાં સૂર્યદેવતા અગન વરસાવી રહ્યા છે.

આગામી અઠવાડિયાથી ગુજરાતભરમાં હીટવેવની શક્યતાઓ છે. કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એવામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મંગળવારથી આવનારા 24 કલાકમાં હીટવેવ શરૂ થશે. આખા ગુજરાતમાં ત્રણ દિવસ સુધી આ હીટવેવની અસર દેખાશે. તાપમાનમાં હજુ પણ 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગરમ પવન ફૂંકાશે. આવનારા ત્રણ દિવસમાં આકરી ગરમી વર્તાશે. હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના શહેરમાં ગરમીનો પારો ઉપર ચડશે. આ વિસ્તારને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ, પાટણ અને બનાસકાંઠામાં હીટવેવ વર્તાશે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના દરિયાના કિનારાના વિસ્તારમાં બપોર બાદ થોડી ટાઢક અનુભાઈ રહી છે. જોકે, હોળીના તહેવાર બાદ તાપમાન વધવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

જોકે, આ વખતેનો ઉનાળો આકરો રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આવનારા દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં આ વખતે પારો 44 ડિગ્રી સુધી જાય એવી પૂરી શક્યતાઓ છે. જેમ જેમ માર્ચ મહિનાના દિવસો આગળ વધી રહ્યા છે એમ દિવસે અજવાળું વહેલું થઈ રહ્યું છે જ્યારે રાત ટૂંકી થઈ રહી છે. જોકે, મોડી રાત્રે સૌરાષ્ટ્ર પંથકમાં હજું પણ ભેજવાળું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. એ દિવસો દૂર નથી જ્યારે મહાનગર સહિતના પ્રાંતમાં બપોર દરમિયાન કુદરત કર્ફ્યૂ લાગી જાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW