HomeGujaratહળવદના ટીકર રોડ ક્રેન ભરીને જતા એક ટ્રક ચાલકે ગાડરિયાને હડફેટે લીધા...

હળવદના ટીકર રોડ ક્રેન ભરીને જતા એક ટ્રક ચાલકે ગાડરિયાને હડફેટે લીધા 12 ઘેટાના મોત

હળવદના ટીકર નજીક એક ક્રેન ભરીને જતા એક ટ્રકે ઘેટાના ટોળાને હડફેટે લેતા 12 ઘેટાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવ બાદ સ્થાનિકોએ ટ્રક ચાલકને ઝડપી લીધો હતો

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વતની સાજણભાઈ ખેતાભાઇ કરોતરા મોટી સંખ્યામાં ઘેટાઓને લઈને અમદાવાદ તરફ જતા હતા તે દરમિયાન હળવદ તાલુકાના ટીકર રણ નજીક ક્રેન ભરીને નીકળેલા ટ્રક ચાલકે આ ગાડરિયાઓને કચડી નાખ્યા હતા ઘટનાને પગલે આસપાસના લોકો દોડી ગયા હતા અને ચાલક ભાગી છૂટે એ પહેલા જ પકડી પાડ્યો હતો. આ બનાવમાં માલધારીના 12 જેટલાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW